Home રમત-ગમત Sports ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી કરી...

ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી કરી નિવૃત્તિની જાહેરાત

103
0

(જી.એન.એસ) તા. 16

ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર બાદ તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને હંમેશ માટે અલવિદા કહી દેશે. સુનિલ છેત્રીએ ગુરુવારે (મે 16) જાહેરાત કરી કે તે 6 જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. સુનિલે લગભગ 9 મિનિટ 51 સેકન્ડના વીડિયોમાં નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે જણાવ્યું હતું. સુનિલે એક્સ પર શેર કરેલા આ વીડિયોમાં લખ્યું છે કે હું તમને કંઈક કહેવા માંગુ છું.

છેત્રી તેના નિવૃત્તિના વીડિયોમાં ભાવુક દેખાતા હતા, જે દરમિયાન તેને તેની ડેબ્યૂ મેચ યાદ આવી હતી. આ સમય દરમિયાન તેણે સુખી સરને યાદ કર્યા, જેઓ તેમના પ્રથમ રાષ્ટ્રીય ટીમના કોચ હતા. છેત્રીએ કહ્યું કે તેણે તેને પ્રથમ મેચ દરમિયાન કહ્યું હતું કે હવે તમે શરૂઆત કરી શકો છો.

છેત્રીએ કહ્યું કે તે પોતાની લાગણી વ્યક્ત કરી શકતો નથી, તેણે તે મેચમાં જ પહેલો ગોલ કર્યો હતો. જ્યારે તેણે રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરી હતી ત્યારે એક અલગ જ અહેસાસ થતો હતો. તે પોતાના ડેબ્યુનો દિવસ ક્યારેય ભૂલી શકે તેમ નથી. કુવૈત સામેની મેચમાં દબાણ રહેશે, અમને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરવા માટે ત્રણ પોઈન્ટની જરૂર છે, આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટ્રાઈકર છેત્રીએ એ પણ સંકેત આપ્યો કે હવે ભારતીય ટીમની ‘નંબર નવ’ જર્સીને આગામી પેઢીને સોંપવાની તક આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબીએપીએસ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કર્યું
Next articleઇન્દોરમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતાં 8 લોકોના મોત