Home દેશ - NATIONAL ભારતીય નૌ સેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકે આપી મોતની સજા

ભારતીય નૌ સેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકે આપી મોતની સજા

281
0

(જી.એન.એસ), તા.૧૦
ભારતી નૌ-સેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને મોતની સજા આપતો ચુકાદો પાકિસ્તાનની કોર્ટે આપ્યો છે. પાકિસ્તાનના સમાચાર પત્ર ડોનને ટાંકીને આ અહેવાલ વહેતા કરાયા છે.
પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવ પર ભારતીય ગુપ્તચર એજન્સી રો માટે જાસૂસી કરવાનો આરોપ મુકાયો હતો. બલુચિસ્તાનના ચમાનમાંથી 3 માર્ચ 2016એ કુલભૂષણ જાધવને ઝડપી લેવાયા હતાં. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (આઈએરપીઆર)એ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન આર્મી એક્ટ (પીએએ) અંતર્ગત ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલ (એફજીસીએમ)એ કુલભૂષણને મોતની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે. પાકિસ્તાન સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાએ કુલભૂષણની મોતની સજા પર મંજૂરીની મ્હોર મારી છે.
પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવ પર વિનાશક ગતિવિધિઓ માટે કાવતરું ઘડવાનો આરોપ મુકાયો હતો. જાધવ સામે ક્વેટામાં આતંકવાદ વિરોધી વિભાગે કેસ નોંધાવ્યો હતો.
જાધવ ઈરાન પહોંચ્યા પછી બલુચિસ્તાન ગયા હતાં. ત્યારબાદ બલુચિસ્તાનમાં તેઓ ઝડપાઈ ગયા હતાં. બલુચિસ્તાન સરકારે નોંધાવેલી એફઆઈઆરમાં તેમની સામે જાસૂસીના આરોપ મુકાયો હતોં. ત્યારબાદ તેમની સામે ક્વેટાની સૈન્ય અદાલતમાં વિસ્ફોટક પ્રવૃતિ માટે ષડયંત્ર ઘડવાનો પણ આરોપ મુકાયો હતો. જાધવની અફઘાનિસ્તાન સીમાને અડીને આવેલા બલુચિસ્તાનના ચમાનમામંથી ધરપકડ કરાઈ હતી.
દરમિયાન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાધવ કાયદેસર રીતે ઈરાનમાં વેપાર કરતા હતાં. તેમની પર અટકાયતમાં અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ભારતે જાધવને ઈરાનમાંથી ઉપાડી લેવાયા હોવાની પણ આશંકા પણ વ્યક્ત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field