(જી.એન.એસ),તા.૧૦
ભારતની નૌકાદળ શક્તિમાં વધુ વધારો થયો છે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અદાણીની કંપની દ્વારા વિકસિત દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોનનું અનાવરણ કર્યું હતું. તે અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા હૈદરાબાદમાં કંપનીના એરોસ્પેસ પાર્કમાં બનાવવામાં આવેલ સ્વદેશી માનવરહિત એરિયલ વ્હીકલ છે. કંપનીનું કહેવું છે કે આ ડ્રોન હૈદરાબાદથી ગુજરાતના પોરબંદર સુધી ઉડાન ભરશે. તેને ત્યાં નૌકાદળની કામગીરી માટે તહેનાત રાખવામાં આવશે.
મીડિયા અહેવાલ અનુસાર, અદાણી જૂથે કહ્યું છે કે દૃષ્ટિ 10 સ્ટારલાઇનર એક એડવાન્સ્ડ ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ પ્લેટફોર્મ છે. તેની એન્ડુરેસની ક્ષમતા 36ની કલાક છે અને તે 450 કિલો વજન વહન કરી શકે છે. તેની સૌથી મોટી વિશેષતા દરેક હવામાન અને સ્થિતિમાં ઉડવાની ક્ષમતા છે. અદાણીનું ડ્રોન STANAG 4671 પ્રમાણપત્ર સાથે આવે છે, અને તે બંને પ્રકારના એરસ્પેસમાં ઉડવા માટે સક્ષમ છે.
સરકાર ભારતીય સૈન્ય ક્ષમતાને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. તેથી, ભારતીય સંરક્ષણ કંપનીઓ સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. અદાણી જૂથ દ્વારા વિકસિત ડ્રોન પણ આનો જ એક ભાગ છે. હવે તેને નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવશે. આઈએસઆર ટેક્નોલોજીના ક્ષેત્રમાં દૃષ્ટિ 10 સ્ટારલાઈનરને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
અદાણી જૂથ માનવરહિત પ્રણાલી વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા ઘણા વર્ષોથી, અદાણી જૂથની કંપની સ્વદેશી ક્ષમતા વધારવા માટે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. અદાણીની ફર્મ માત્ર સિસ્ટમો જ બનાવતી નથી પરંતુ તેની જાળવણી અને સમારકામ પણ કરે છે. દૃષ્ટિ 10 સ્ટારલાઈનરને નેવીમાં સામેલ કરવાથી ભારતની દરિયાઈ શક્તિમાં વધારો થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.