(જી.એન.એસ),તા.૨૪
કોલકાતા,
એમવી રુએન કાર્ગો જહાજને 14 ડિસેમ્બર 2023એ સોમાલિયાઈ દરિયાઈ લુંટારાઓ દ્વારા હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. જહાજને જ્યારે હાઈજેક કરી લેવામાં આવ્યો તો તે ભારતીય કિનારાથી લગભગ 2600 કિલોમીટર દુર હતું, જહાજ બુલ્ગારિયા, મંગોલિયા અને મ્યાનમારના 17 વ્યક્તિઓનું ક્રૂની સાથે 37,800 ટન કાર્ગોની સાથે મુસાફરી પર હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્ગોની કિંમત લગભગ 1 મિલિયન ડોલર છે. ત્યારે કાર્ગો હાઈજેક થવાની જાણકારી જેવી જ ભારતીય નૌકાદળને મળી તો તે એક્ટિવ થઈ ગઈ. નૌકાદળે ઝડપથી બચાવ અભિયાન શરૂ કરી દીધુ, જેમાં કોલકત્તા શ્રેણીના સ્ટીલ્થ ગાઈડેડ- મિસાઈલ ડિસ્ટ્રોયરના લીડ જહાજ આઈએનએસ કોલકાતાને સામેલ કરવામાં આવ્યું. લગભગ 40 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ દરિયાઈ લુંટેરાઓને પકડવામાં આવ્યા અને તેમને મુંબઈ લઈ આવવામાં આવ્યા.
નૌકાદળે બચાવ અભિયાન માટે INS સુભદ્રા, હાઈ અલ્ટીટ્યૂડ લોન્ગ એન્ડ્યોરેન્સ આરપીએ, P8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને MARCOS-સ્ટ્રાઈક કમાન્ડો સહિતની વિવિધ સંપત્તિઓ તૈનાત કરવામાં આવી હતી. ઓપરેશન 15 માર્ચે શરૂ થયુ હતું. નૌકાદળે પહેલા હાઈજેક થયેલા જહાજને શોધ્યુ અને ડ્રોનની મદદથી સતત તેની પર નજર રાખી. જ્યારે દરિયાઈ લુંટારૂઓએ ડ્રોન પર ગોળીઓ ચલાવી તો નૌકાદળે સી-17 વિમાનથી જહાજ પર માર્કોસ કમાન્ડોને પેરાડ્રોપ કરીને જવાબ આપ્યો. ત્યારબાદ તમામ 35 દરિયાઈ લુંટારૂઓએ આત્મસમર્પણ કરી દીધુ, જેનાથી નૌકાદળને એમવી રુએનના 17 ક્રૂને સફળતાપૂર્વક બચાવવામાં મદદ મળી. તમામ 35 લુંટારૂઓની ધરપકડ કર્યા બાદ નૌકાદળે શિપ પર સર્ચ ઓપરેશન ચલાવ્યું, તપાસમાં જહાજ પર હથિયારો, નશીલી દવાઓ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો ભંડાર મળ્યો. એન્ટી-પાઈરેસી એક્ટ 2022 હેઠળ પકડાયેલા દરિયાઈ લુંટારૂઓ સામે આગળની કાયદાકીય કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળે વર્ષ 2008માં શરૂ થયેલા ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળ પોતાના જહાજોને અરબ સાગર અને એડનના અખાતમાં તૈનાત કર્યા છે. નૌકાદળના આ ઓપરેશન હેઠળ આ વિસ્તારમાંથી પસાર થતાં જહાજો અને કાર્ગોને સુરક્ષા પૂરી પાડે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.