Home દુનિયા - WORLD ભારતીય ટીમ ટ્રોફી લઈ બાર્બાડોસથી ભારત આવવા રવાના

ભારતીય ટીમ ટ્રોફી લઈ બાર્બાડોસથી ભારત આવવા રવાના

80
0

(જી.એન.એસ),તા.૦૩

બાર્બાડોસ,

ભારતીય ટીમની વતન વાપસીનું કાઉન્ટડાઉન શરુ થઈ ચુક્યું છે. ભારતીય ક્રિકેટ ટીમની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં વાવાઝોડાને કારણે ફસાઈ ગઈ હતી. ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ બાર્બાડોસની એક હોટલમાં હતી. હવે ભારતીય ટીમનો સ્વેદશ પરત ફરવાનો એક વિમાનનો વીડિયો સામે આવ્યો છે. જે ટીમ ઈન્ડિયાને વતન પરત લાવશે. એર ઈન્ડિયાનું આ સ્પેશિયલ વિમાન બાર્બાડોસ પહોંચી ગયું છે. ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચી બીજી વખત ખિતાબ પોતાને નામ કર્યો હતો. ફાઈનલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે 7 રનથી જીત મેળવી હતી. આ પહેલા ભારતીય ટીમ 2007 ટી20 વર્લ્ડકપ જીતી ચુકી છે. તો વનડેમાં 1983 અને 2011માં વર્લ્ડકપ જીત્યો હતો. આ વખતે વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો છે. ભારતીય ટીમના સ્વાગત માટે પણ જોરદાર તૈયારીઓ શરુ થઈ ચુકી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, ભારતીય ટીમ પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે ત્યારબાદ મુંબઈ આવવા રવાના થશે.ભારત તરફથી આઈસીસી વર્લ્ડકપને કવર કરવા ગયેલા મીડિયાના કેટલાક સાથીઓ પણ બાર્બાડોસમાં ફાઈનલ મેચ બાદ ફસાઈ ગયા છે. જ્ય શાહે કહ્યું હતુ કે, ટીમ ઈન્ડિયાની સાથે તેની જવાબદારી મીડિયા સાથીઓને પણ બાર્બાડોસમાંથી સુરક્ષિત બહાર લાવવાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષકોની ભરતીને લઈને 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી
Next articleગોંડલ શૂરા ઓફિસરનું સુરસુરિયું, ત્રણ દુકાનનું સીલ કલાકોમાં ખોલવું પડ્યુ