(GNS),06
ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર બોલર વેંકટેશ પ્રસાદનો જન્મ 5 ઓગસ્ટ, 1969ના રોજ કર્ણાટકમાં થયો હતો. વેંકટેશ આજે 53 વર્ષના થઈ ગયા છે. વેંકટેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેઓ કોમેન્ટ્રી કરતાં જોવા મળે છે. વેંકટેશે તેમની કારકિર્દીમાં અદ્ભુત કારનામા કર્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં પાકિસ્તાન સામેની લગભગ દરેક મેચમાં સારી બોલિંગ કરી છે. પ્રસાદે ઉંમરમાં 9 વર્ષ મોટી ડિવોર્સી સાથે લગ્ન પણ કર્યા હતા. જ્યારે વેંકટેશ પ્રસાદ પાકિસ્તાન સામે બોલિંગ કરવા જતા ત્યારે તે વધુ ખતરનાક બની જતા હતા. પ્રસાદે પાકિસ્તાન સામે 29 વનડેમાં 43 વિકેટ લીધી છે.
આ સમયગાળા દરમિયાન તેમની સરેરાશ માત્ર 28ની રહી છે જ્યારે ઇકોનોમી 4 છે. વેંકટેશે ICC વર્લ્ડ કપ 1999માં માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે 9.3 ઓવર બોલિંગ કરીને 5 વિકેટ લીધી હતી. આ તેમની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ હતો. ભારતે આ મેચ જીતી હતી. વેંકટેશ પ્રસાદની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. તેમણે તેમની ઉંમર કરતાં 9 વર્ષ મોટી ડિવોર્સી મહિલા સાથે લગ્ન કર્યા હતા. પ્રસાદે 1996માં જયંતિ ગુપ્તા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ લવ સ્ટોરીની શરુઆત કરાવનાર બીજો કોઇ નહીં પરંતુ અનિલ કુંબલે છે. કુંબલેએ આ બન્નેની પહેલીવાર મુલાકાત કરાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.