Home અન્ય રાજ્ય ભારતીય ચૂંટણી પંચે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત...

ભારતીય ચૂંટણી પંચે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી

33
0

(જી.એન.એસ) તા. 10

નવી દિલ્હી,

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો માટેનું નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 21 જૂન રહેશે. 24મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન છે. 10 જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં બિહારની એક વિધાનસભા બેઠક, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠકો પર મતદાન થશે. આ સીટો પર નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. પેટાચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. 24મી જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. આ પછી 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ મતગણતરી બાદ પરિણામ આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી સરકાર 3.0 ના સૌથી પહેલા નિર્ણયથી ખેડૂતોને થશે સીધો ફાયદો
Next articleરાજ્યમાં મોડીરાત્રે 2 હીટ એન્ડ રનની ઘટના