Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણી 2024માં ભાગીદારી વધારવા માટે યુવા અને શહેરી...

ભારતીય ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણી 2024માં ભાગીદારી વધારવા માટે યુવા અને શહેરી મતદારોને જોડવા માટે સોશિયલ મીડિયાની શક્તિનો લાભ લીધો

67
0

લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા માટે ‘ટર્નિંગ 18’ અભિયાન દ્વારા યુવા અને પ્રથમ વખતના મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા

‘યૂ આર ધ વન’ જેવાં અનોખા અભિયાન મતદાન મશીનરી સહિત ચૂંટણી પ્રક્રિયામાં વિભિન્ન હિતધારકોના મહત્વને સ્વીકાર કરે છે, કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે એકપણ મતદાતા છૂટી ન જાય

આકર્ષક થીમ્સ, લોકપ્રિય ઇસીઆઈ ચિહ્નો અને જેનઝેડ સામગ્રી સાથેના સહયોગને સમાવિષ્ટ કરતી અનુરૂપ મેસેજિંગ વ્યૂહરચના

ચૂંટણી પ્રક્રિયાઓ પર ફેક-ન્યૂઝ અને ખોટી માહિતીને રોકવા માટે વિશેષ અભિયાન

(જી.એન.એસ),તા.૦૮
નવીદિલ્હી,
દેશ 2024ની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટર્નિંગ 18’ અને ‘યુ આર ધ વન’ જેવા અનોખા અભિયાનો દ્વારા નાગરિકોને સામેલ કરવા માટે ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ની વ્યાપક થીમ અંતર્ગત એક રણનીતિ તરીકે એક અભિનવ યાત્રાની શરુઆત કરી છે. હાલમાં ઇસીઆઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટ્યુબ સહિતના મુખ્ય પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા પર હાજરી ધરાવે છે, જેમાં તાજેતરમાં પબ્લિક એપ, વ્હોટ્સએપ ચેનલ અને લિંક્ડઇન ઉમેરવામાં આવી છે.

‘ટર્નિંગ 18’ અભિયાન
પંચે વિવિધ પ્રસંગોએ મતદાતાઓના મતદાનમાં સુધારાની પોતાની શોધમાં ચિંતાના કારણ તરીકે શહેરી ઉદાસીનતા અને યુવાનોની ઉદાસીનતાની ઓળખ કરી છે. 18મી લોકસભા ચૂંટણી પહેલા ઇસીઆઈનું અભિયાન ‘ટર્નિંગ 18’ વિશેષ રુપથી યુવા અને પહેલી વખત મતદાતાઓને લક્ષ્યમાં રાખે છે. પ્રાથમિક ઉદ્દેશ્ય યુવાનોને આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો અને ગત ચૂંટણીમાં જોવા મળેલા શહેરી અને યુવા ઉદાસીનતાના મહત્વપૂર્ણ મુદ્દાઓનું સમાધાન કરવાનો છે.
આ ‘ટર્નિંગ 18’ અભિયાન તેના પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે વિવિધ આકર્ષક થીમ્સ અને વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે. વ્યૂહરચનામાં સરળ એકરૂપતા તથા સાંયોગ્ય માટે વિષયગત લોગોની સાથે વ્યક્તિગત શૃંખલાની બ્રાન્ડિંગ સામેલ છે. આ ઉપરાંત, અભિયાન સમયની સાથે થયેલી પ્રગતિને ચિન્હિત કરવા માટે ગત અને હાલની ચૂંટણીઓની તુલનામાં ‘ત્યારે વર્સિસ હવે’ના રુપમાં ચિત્રિત કર્યું છે. આ અભિયાન 18 વર્ષના થયા બાદ તાત્કાલિક મતદાનના મહત્વ પર જોર આપીને, યુવા મતદાતાઓ વચ્ચે નાગરિક જવાબદારીની ભાવનાને પ્રેરિત કરવા માગે છે. આ ઉપરાંત, ઈન્ફોગ્રાફિક, વિશેષ રુપથી 18-30 આયુ વર્ગમાં મહિલા મતદાતાઓની વધતી ભાગીદારીને ઉજાગર કરે છે, જે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાની સમાવેશિતાને દર્શાવે છે.

‘ટર્નિંગ 18’ અભિયાનની અસર નોંધપાત્ર છે, જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઇઓ) અને રાષ્ટ્રીય જાહેર પ્રસારણકર્તા, ડીડી ન્યૂઝ અને આકાશવાણી દ્વારા વ્યાપક વિસ્તરણની સુવિધા આપવામાં આવી છે. તદુપરાંત, ઇસીઆઈએ મલ્ટીપ્લાયર અસર કરવા માટે તેના રાષ્ટ્રીય અને રાજ્ય એસવીઈઈપી ચિહ્નોના લોકપ્રિય નેટવર્ક સાથે સહયોગ કર્યો છે. આ સંયુક્ત પ્રયાસથી ઝુંબેશના સંદેશાને સમાજના વિવિધ વર્ગોમાં ફેલાવવામાં મદદ મળે છે, અસરકારક રીતે તેના લક્ષિત પ્રેક્ષકો સુધી પહોંચવામાં અને આગામી મતદાનના દિવસો માટે નોંધપાત્ર વેગ મળે છે.

‘યૂ આર ધ વન’ અભિયાન
‘ટર્નિંગ 18’ અભિયાનને ધ્યાનમાં રાખીને ઇસીઆઈએ વધુ એક અસરકારક અભિયાન શરૂ કર્યું હતું, જેનું શીર્ષક હતું ‘યૂ આર ધ વન’. આ પહેલનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વિવિધ હિસ્સેદારોના અમૂલ્ય યોગદાનને ઓળખવાનો છે. મતદારો અને રાજકીય પક્ષોથી માંડીને બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ), ગ્રાઉન્ડ સ્ટાફ, પોલિંગ પાર્ટીઓ, વહીવટી કર્મચારીઓ, મીડિયા પ્રોફેશનલ્સ, કેન્દ્રીય દળો અને સુરક્ષા કર્મચારીઓ સુધી, દરેક હિસ્સેદાર ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા અને કાર્યદક્ષતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રસપ્રદ વાર્તા કહેવા અને મનમોહક દ્રશ્યો (જેમ કે ‘જે પણ થાય – અમે તમારી સુવિધા માટે દરેક પગલે તમારી સાથે જ છીએ’) દ્વારા ઝુંબેશ આ વ્યક્તિઓના સમર્પણ અને પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે, જે લોકશાહી માળખામાં તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓમાં ગર્વની પ્રેરણા આપે છે. જેમાં મુખ્ય હિસ્સેદારો, રસપ્રદ કિસ્સાઓ અને ભૂતકાળની ચૂંટણીઓની વાર્તાઓ, અને વિડિઓઝ / રીલ્સને પ્રકાશિત કરવાનો સમાવેશ થાય છે જે પડદા પાછળ કામ કરતી મતદાન ટુકડીઓના અથાગ પ્રયત્નોને ઉજાગર કરે છે, દરેક મતદાતા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પડકારજનક પ્રદેશોને નેવિગેટ કરે છે.

અનન્ય અને રસપ્રદ ચૂંટણી વાર્તાઓ, ક્રોસવર્ડ્સ, ચૂંટણી શબ્દકોશ સાથે મતદારોને સંલગ્ન કરવા
આ અભિયાનની અન્ય ઘણી રસપ્રદ લાક્ષણિકતાઓ છે, જેમ કે ‘ચૂંટણીના કિસ્સાઓ’ પાછલી ચૂંટણીઓની રસપ્રદ ચૂંટણી વાર્તાઓ શેર કરી રહી છે. પછી ભારતીય ચૂંટણીઓનું એ-ઝેડ શ્રેણી વપરાશકર્તાઓને ચૂંટણી સંબંધિત શરતો અને પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરે છે. વર્ડ પ્લે વિથ ECI એક અન્ય શૃંખલા છે, જ્યાં વપરાશકર્તાઓ ચૂંટણી પ્રક્રિયાથી સંબંધિત શબ્દાવલીની શોધમાં રોકાયેલા છે. ચૂંટણી પ્રક્રિયાને લગતા સૌથી સુસંગત પ્રશ્નોના જવાબો આપવા માટે જ્યાં ‘સવાલ જવાબ’ શ્રેણી છે. પોલ્સ અને પિક્સેલ્સ શૃંખલાના માધ્યમથી, ઇસીઆઈ શરૂઆતથી જ અત્યાર સુધીની ભારતીય ચૂંટણીઓની વિઝ્યુઅલ સફર શેર કરે છે.

‘વેરીફાઈ બિફોર યૂ એમ્પ્લિફાઈ’ પહેલ
ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના ઓનલાઇન પ્રસારના પ્રતિસાદમાં ઇસીઆઈએ ‘વેરિફાય બીફોર યુ એમ્પ્લિફાય’ પહેલની શરુઆત કરી (પોસ્ટથી પહેલા પુષ્ટિ) સીઈસી શ્રી રાજીવ કુમારે સામાન્ય ચૂંટણીઓના કાર્યક્રમની જાહેરાત માટે પત્રકાર પરિષદ દરમિયાન પ્રકાશિત કર્યા મુજબ, આ રીતે ફેક ન્યૂઝનો પર્દાફાશ કર્યો હતો અને વ્યક્તિઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરતા પહેલા સાવચેતી અને ખંતપૂર્વક વર્તવા વિનંતી કરી હતી.
આ સક્રિય પગલાનો હેતુ નાગરિકોને કન્ટેન્ટને વિસ્તૃત કરતા પહેલા તેની ચોકસાઈ અને પ્રામાણિકતાની ચકાસણી કરવા માટે સશક્ત બનાવવાનો છે, જેથી તે ખોટી માહિતીના ફેલાવાને ઘટાડવા અને ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાની સુરક્ષા કરી શકે.

તદુપરાંત, સમયપત્રક, આઇટી અરજીઓ અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓ, જેમાં પંચના નિર્ણયો, મતદાર યાદીમાં નામ કેવી રીતે ચકાસવું અને મતદાન મથકો કેવી રીતે શોધવા સહિત અન્ય મહત્વપૂર્ણ ચોક્કસ અને વર્ગીકૃત માહિતી માટે ગ્રાફિકલી અને રીલ્સ સાથે વપરાશકર્તાઓ માટે શેર કરવામાં આવે છે. એ નોંધવું પણ યોગ્ય છે કે ઇસીઆઈ પ્રેસ કોન્ફરન્સના સંચાલનમાં પણ એક નમૂનારૂપ પરિવર્તન જોવા મળ્યું છે, જેમાં સીઇસી શ્રી રાજીવ કુમારે પત્રકાર પરિષદને જીવંત અને અસરકારક પ્રેઝન્ટેશન સાથે સંબોધન કર્યું હતું, જેણે મીડિયા સહિતના હિતધારકો સુધી ત્વરિત પહોંચાડવા માટે લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ ટ્વીટ કરવામાં આવ્યું.

રચનાત્મક વ્યૂહરચનાઓ અને સોશિયલ મીડિયાની શક્તિનો ઉપયોગ કરીને ઇસીઆઈનો ઉદ્દેશ સમગ્ર દેશમાં નાગરિકો સાથે જોડાવાનો છે, જેથી તેઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા સક્ષમ બને અને ભારતીય લોકશાહીનાં વાઇબ્રન્ટ મહોત્સવમાં પ્રદાન કરી શકે. 18મી લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે આ પ્રયાસો સર્વસમાવેશક અને સહભાગી ચૂંટણીઓ માટે ઇસીઆઈની કટિબદ્ધતાનો પુરાવો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈંગ્લેન્ડની રહેવાસી 18 વર્ષની મિલી મેકનેશને એવી બીમારી છે કે જાણે તે જીવતી હોવા છતાં મરી ગઈ હોય તેવું લાગે છે
Next articleનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!