Home દેશ - NATIONAL ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, 10માંથી 7ની પહેલી પસંદ...

ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ : સર્વેમાં ખુલાસો

23
0

(GNS),17

ભારત સરકાર આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે વધુને વધુ ક્ષેત્રોનો તેમાં સમાવેશ થાય જેથી દેશ આત્મનિર્ભર બની શકે. એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતના લોકો નોકરી કરતાં બિઝનેસ કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા આ સર્વે મુજબ દર 10માંથી 7 ભારતીયો બિઝનેસને પ્રાધાન્ય આપી રહ્યા છે. લોકોને લાગે છે કે નોકરી કરતાં ધંધો કરવો વધુ સારો છે અને તેમાં વધારે વૃદ્ધિ થાય છે. લોકલ સર્કલ દ્વારા દેશના 379 જિલ્લામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે 44% થી વધુ લોકો માને છે કે નોકરી કરતાં પોતાનો બિઝનેસ કરવો વધુ સારો છે. ભલે ધંધો નાનો હોય, પરંતુ તેમાં આગળ વધવાનો અવકાશ રહેલો છે.

આ સર્વેમાં 55% લોકોનું માનવું છે કે આવનારા સમયમાં ભારતમાં બિઝનેસની તકો વધુ ઝડપથી વધવાની છે. ખાસ કરીને 2027 સુધી જે લોકો બિઝનેસ કરે છે તેમની વૃદ્ધિ ખૂબ જ વધારે રહેશે. ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા માટે સરકાર પણ ઘણા પગલાં લઈ રહી છે. સાથે જ ઘણી મોટી કંપનીઓ પણ ભારતમાં પોતાનો બિઝનેસ વધારી રહી છે. એવું માનવામાં આવે છે કે ભારત આવનારા સમયમાં વિશ્વનું બિઝનેસ હબ બની શકે છે. આ સર્વેમાં 44% લોકો માને છે કે બિઝનેસ વિસ્તરણ ઝડપી થશે. વેપારની નવી તકો પણ ઉભી થશે, પરંતુ તેનો લાભ થોડા જ લોકોને મળી શકશે.

ઓક્સફેમ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ભારતમાં નોકરી અને બિઝનેસ કરતા લોકોની સંપત્તિનું અંતર નોંધપાત્ર રીતે વધી ગયું છે. આ રિપોર્ટ અનુસાર દેશની માત્ર 5% વસ્તી એવી છે કે તેમની પાસે દેશની 60% સંપત્તિ છે. 50% વસ્તી પાસે કુલ સંપત્તિમાં માત્ર 3% હિસ્સો છે. આ રિપોર્ટ અનુસાર સંપત્તિનો મોટો હિસ્સો માત્ર બિઝનેસનો છે. લોકલ સર્કલના સર્વેમાં એ વાત સ્વીકારવામાં આવી છે કે ભારતમાં રોજગારને લઈને પડકારો છે. છેલ્લા એક વર્ષમાં જે રીતે ઝડપી છટણી થઈ છે, તેની અસર તેના પર પણ જોવા મળી રહી છે. વ્યવસાયની તકો વધી છે. આ સર્વે અનુસાર ભારતમાં આવનારા 4 વર્ષમાં બિઝનેસની તકો ઝડપથી વધશે. કોરોના બાદ ભારતની અર્થવ્યવસ્થામાં તેજી આવી છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદી છે તો બીજી તરફ ભારતના આર્થિક સૂચકાંકો સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field