Home દુનિયા - WORLD ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 2016માં 1,10,000 બાળકોનાં મોત થયા : WHO

ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 2016માં 1,10,000 બાળકોનાં મોત થયા : WHO

986
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં પ્રદૂષણના કારણે વર્ષ 2016માં 1,10,000 બાળકોનાં મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, આ બાળકોના મૃત્યુનો સંબંધ ભારતની સતત ઝેરીલી બનતી હવા સાથે છે. આટલું જ નહીં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુના કિસ્સામાં ભારતે સમગ્ર વિશ્વને પાછળ છોડ્યું છે. વાસ્તવમાં, આ બાળકોના મૃત્યુનું કારણ પી.એમ. 2.5 છે જે વાયુ પ્રદૂષણના કારણે ઝડપથી વધી રહ્યું છે. ડબલ્યૂએચઓના અહેવાલ મુજબ. દુનિયાના સૌથી પ્રદૂષિત વીસ શહેરોમાં ભારતના 14 શહેરોનો સમાવેશ થાય છે. ભારત દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે. ભારતમાં દર વર્ષે વીસ લાખથી વધારે લોકો પ્રદૂષિત હવાને કારણે જીવ ગુમાવે છે. ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પ્રથમ સ્થાને, કાનપુર બીજા સ્થાને અને ગુરુગ્રામ ત્રીજા સ્થાને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યા વિવાદ: 3 મિનિટની કાર્યવાહી અને 3 મહિના માટે ટળી સુનાવણી
Next article‘સરદારને સન્માન’ : સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી કરશે લોકાર્પણ