Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, ટેલી મેડિસિન-ટેલી સર્જરી ક્ષેત્રમાં પ્રગતિ માટે છે...

ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, ટેલી મેડિસિન-ટેલી સર્જરી ક્ષેત્રમાં પ્રગતિ માટે છે સરકાર શક્રિય : ટેલીકોમ મંત્રી અશ્વિની વૈશ્નવ

29
0

(GNS),07

આ સમયનું ચક્ર પણ એવું છે જેમ જેમ સમયનું ચક્ર ફરી રહ્યું છે તેમ તેમ દુનિયાના દરેક દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યા છે. 21મી સદીનું કહેવાતું આધુનિક યુગમાં નવુ ભારત પણ ટેકેનોલોજી ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. હાલમાં જ આઈટી અને ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવએ સરકારના ટેલીકોમ રિફોર્મ્સ પરના કામની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે નવા ટેલીકોમ રીફોર્મસ માટે સરકારની ટેલીકોમ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે ટેલીકોમ મંત્રી અશ્વિની વૈશ્નવએ આ વાતની પણ પુષ્ટિ કરી દીધી છે કે સરકાર આવનારા થોડા અઠવાડિયામાં જ નવા ટેલીકોમ રિફોર્મ્સને રોલઆઉટ કરશે. આઈટી અને ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવએ માત્ર નવા ટેલીકોમ રિફોર્મ્સ વિશે જાણકારી જ નથી આપી પણ અન્ય મહત્વની માહિતી પણ આપી છે. તેમણે જણાવ્યું કે સરકાર સંપૂર્ણ ઓપ્ટિકલ ટેલીકોમ્યુનિકેશન સિસ્ટમનો પણ વિકાસ કરવામાં લાગી છે.

સરકાર ટેલી મેડિસિન, ટેલી સર્જરીના ક્ષેત્રમાં પણ એડવાન્સ ટેકનોલોજી પર કામ કરી રહી છે. અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે, દુનિયા ખુબ ઝડપથી આગળ વધી રહી છે, ભારત પણ તેના કદમથી કદમ મેળવીને આગળ વધી રહ્યું છે. હાલમાં જ ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવએ નવા એલાયન્સની શરુઆત કરી છે. જણાવી દઈએ કે આ એલાયન્સ નવી ટેલીકોમ ટેક્નોલોજી અને 6જી ડેવલપમેન્ટની દિશામાં કામ કરશે. સરકાર હવે 6જી નેટવર્ક માટે અન્ય દેશો પણ નિર્ભર નથી રેહવા માંગતી. સરકાર દુનિયાથી એક કદમ આગળ રહેવા માગે છે. સરકારે Bharat 6G Allianceમાં પ્રાઈવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર અને અન્ય વિભાગોને સામેલ કર્યા છે. કેન્દ્ર સરકારે તેમાં નેશનલ રિસર્સ ઈસ્ટીટયૂટ એન્ડ સાયન્સ ઓર્ગનાઈઝેશનને પણ સામેલ કર્યા છે. આ તમામ વિભારો ભારતમાં 6જી સર્વિસના ડેવલપમેન્ટ માટે કામ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field