(GNS),11
ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ હાલમાં બીમાર છે અને તે ડેંગ્યુથી પરેશાન છે ત્યારે તેને મંગળવારે ચેન્નાઈની હોસ્પિટલમાંથી તો રજા આપી દેવાઈ છે પરંતુ તે શનિવારે અમદાવાદમાં રમાનારી પાકિસ્તાન સામેની મેચ પણ ગુમાવે તેવી પૂરી સંભાવના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આ વર્લ્ડ કપની સૌથી મહત્વની અને આકર્ષણરૂપ મેચ છે. સ્ટાર ઓપનર શુભમન ગિલ તાજેતરમાં બીમારીમાં પટકાયો હતો જેને કારણે આઠમી ઓક્ટોબરે તે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈ ખાતે રમી શક્યો ન હતો અને બુધવારે અફઘાનિસ્તાન સામે પણ રમવાનો નથી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ અગાઉ ગયા રવિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એ વખતે તા પ્લેટલેટ કાઉન્ટ ઘટીને એક લાખ કરતાં ઓછા થઈ ગયા હતા. એમ મનાય છે કે સ્ટાર ઓપનર શુભમન ગિલને ચેન્નાઈની જાણીતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં રખાયો હતો જયાં ભારતીય ટીમના ડોક્ટર રિઝવાન તેની સતત સમીક્ષા કરી રહ્યા છે. ગયા સપ્તાહે ચેન્નાઈ પહોંચ્યા ત્યારે જ તેનો ડેંગ્યુ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. આમ તે વર્લ્ડ કપની ભારતની પ્રારંભિક મેચ ગુમાવી બેઠો હતો. હવે સ્ટાર ઓપનર શુભમન ગિલને કમસે કમ એક સપ્તાહના આરામની જરૂર પડશે આમ તે બુધવારે અફઘાનિસ્તાન અને ત્યાર બાદ શનિવારે પાકિસ્તાન સામેની મેચ પણ ગુમાવશે તે નક્કી થઈ ગયું છે.ત્યાર બાદ 19મી ઓક્ટોબરે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે રમનારી છે. આ મેચમાં ગિલના રમવાની શક્યતા હાલના તબક્કે નહિવત ગણાય છે..
બીસીસીઆઈના સૂત્રોએ નામ જાહેર નહીં કરવાની શરતે મંગળવારે જણાવ્યું હતું કે સ્ટાર ઓપનર શુભમન ગિલ ચેન્નાઈમાં ટીમની હોટેલમાં અને ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. જ્યાં તેના પ્લેટલેટ કાઉન્ટ ઘટીને 70 હજાર થઈ ગયા હતા. આમ તકેદારીના પગલારૂપે તેને હોસ્પિટલમાં રખાયો હતો. તેના તમામ પરિક્ષણ કરાયા હતા અને સોમવારે રાત્રે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ડેંગ્યુની બીમારી શરીરને નબળું બનાવી દે છે અને ફિટ એથ્લેટને પણ તેમાંથી રિકવર થતાં સમય લાગતો હોય છે. સામાન્ય વ્યક્તિના પ્લેટલેટ કાઉન્ટ દોઢથી સાડા ચાર લાખ હોવા જરૂરી હોય છે. સ્ટાર ઓપનર શુભમન ગિલ અંગે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ જણાવ્યું હતું કે સ્ટાર ઓપનર શુભમન ગિલ અમારી ટીમ માટે પ્રાથમિકતા છે અને અમે આશા રાખીએ છીએ કે તે લાંબા સમય સુધી બીમાર રહે નહીં પરંતુ ટીમની સાથે જોડાઈ જાય. મને તેના પ્રત્યે લાગણી છે અને તમે જાણો છો કે સૌ પ્રથમ તો આપણે માનવી છીએ અને એ રીતે વિચારું તો તે ઝડપથી સાજો થઈ જાય તેવી આશા રાખું છું. એક કેપ્ટન તરીકે નહીં પરંતુ અન્યથા હું વિચારું છું કે તે ટીમ માટે રમવા માટે વહેલી તકે ફિટ થઈ જાય. વર્તમાન વર્લ્ડ કપમાં ભારત એક મેચ રમ્યું છે જેમાં તેણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.