Home રમત-ગમત Sports ભારતને હરાવવું મુશ્કેલ, પિચનું નીરિક્ષણ મહત્વનું રહેશે : મિચેલ સેંટનર

ભારતને હરાવવું મુશ્કેલ, પિચનું નીરિક્ષણ મહત્વનું રહેશે : મિચેલ સેંટનર

42
0

(GNS),20

ન્યૂઝીલેન્ડના સ્પિનર મિચેલ સેંટનરના મતે વર્લ્ડ કપમાં રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમના હરાવવી મુશ્કેલ છે. ધરમશાલામાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી વર્લ્ડ કપ મુકાબલો રમાશે. કિવી સ્પિનરે જણાવ્યું કે, ધરમશાલાની પિચ અને સ્થિતિનું મૂલ્યાંકન મહત્વપૂર્ણ બની રહેશે. અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ભારતીય પરિસ્થિતિનો તાગ મેળવવામાં સફળ રહ્યું છે અને તે પોતાની ચારેય મેચ જીતી ચૂક્યું છે. ન્યૂઝીલેન્ડની આગામી ટક્કર યજમાન ભારત સામે થશે. આ રોમાંચક બની રહે તેવી સંભાવના છે. અમને ખ્યાલ છે કે ઘરઆંગણે રમી રહેલી ભારતીય ટીમ સામે જીતવાનો પડકાર રહેશે.

હાલની સ્થિતિ જોતા ભારતને તેના જ ઘરમાં હરાવવું કપરું જણાય છે. અમારે ધરમશાલાની પિચ અને સ્થિતિનું ઝિણવટપૂર્વક આકલન કરવું પડશે. વિકેટથી કેટલી મદદ મળી શકે છે તે મહત્વનું રહેશે. હિમાચલના આ મેદાન પર બાઉન્સ અને પેસ સ્લો રહેશે. રોહિત હાલ જે ફોર્મમાં છે તેને જોતા બોલિંગ પાવરપ્લેની ભૂમિકા પણ મહત્વની રહેશે. અમારે બે બાબતોનું ધ્યાન રાખવું પડશે એક તો અમે કોની સામે રમી રહ્યા છીએ તે અને બીજું અમે અત્યાર સુધી કરેલો શ્રેષ્ઠ દેખાવનું પુનરાવર્તન કરવું કે પછી તેમાં ફેરફાર કરવો તે સ્થિતિ મુજબ નક્કી થઈ શકશે તેમ સેંટનરે જણાવ્યું હતું. વર્લ્ડ કપમાં હાલમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર સેંટનરે ઉમેર્યું કે, વર્લ્ડ કપમાં અમે અત્યાર સુધી અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં રમ્યા છીએ અને દરેક સ્થળે પરિસ્થિતિ સહેજ જુદી રહી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆમિર ખાન પ્રોડક્શનની આગામી ફિલ્મમાં ફાતિમા સના શેખની પસંદગી
Next articleવિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારતાની સાથે જ 2011નો સંકેત આપ્યો