Home દુનિયા - WORLD ભારતને અમેરિકા પાસેથી મળી શકે છે MQ-9B સી ગાર્ડિયન ડ્રોન

ભારતને અમેરિકા પાસેથી મળી શકે છે MQ-9B સી ગાર્ડિયન ડ્રોન

30
0

(GNS),15

હવે થોડા જ દિવસો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદીની આ મુલાકાત અગાઉની મુલાકાતોથી સાવ અલગ હશે. વડાપ્રધાન મોદીએ દેશને મજબૂત બનાવવા માટે લીધેલા સંકલ્પને લઈને પીએમ ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ વખતે વડાપ્રધાન મોદી માસ્ટરસ્ટ્રોક રમવાના છે. જે શસ્ત્ર સમુદ્રના શિકારી કહી શકાય તે દેશના બેડામાં આવવાનું છે. સુપરપાવર અમેરિકા પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આ વખતે અમેરિકાના 3 મોટા સંગઠનો ભારત સાથે મોટો સોદો કરવા આતુર છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે અમેરિકાથી MQ-9B સી ગાર્ડિયન ડ્રોન માટે ડીલ થઈ શકે છે. ભારતે વર્ષ 2020માં આવા ડ્રોન લીઝ પર લીધા હતા. આ બંને ડ્રોન નેવીના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે ભારતની અમેરિકા સાથે મોટા પાયે ડીલ થઈ શકે છે.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે આ દેશ કોઈપણ કિંમતે પોતાના હિત સાથે સમજૂતી કરવાનો ઈરાદો નથી. આનો સીધો અર્થ એ થયો કે અમેરિકા સાથે ડીલ દરમિયાન ભારત તેના હિતોની પણ વાત કરશે. મોટી વાત એ છે કે ભારતને આ ડ્રોનની જરૂર કરતાં અમેરિકા ભારત સાથે ડ્રોન ડીલ કરવા માટે વધુ ઉત્સુક છે. આ ડ્રોન અમેરિકી કંપની જનરલ એટોમિક્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. જો કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા સાથેના આ સોદામાં કેટલીક મુશ્કેલીઓ હતી. ભારત આ ડ્રોનની ડીલ સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માંગે છે અને આ ડ્રોનના ઘણા ભાગો ભારતમાં જ બનાવવા માંગે છે, અમેરિકા અત્યાર સુધી તેના માટે તૈયાર નહોતું. પરંતુ જો સૂત્રોનું માનીએ તો પીએમ મોદીની મુલાકાત દરમિયાન આ ડીલની પુષ્ટી થવાની પૂરી સંભાવના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અન્ય એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભારત દરેક વસ્તુમાં શ્રેષ્ઠ ઇચ્છે છે. પછી તે હથિયારો હોય, ફાઈટર જેટ હોય કે ડ્રોન હોય. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ભારત માટે આ શ્રેષ્ઠ ડ્રોન પોતાની સાથે રાખવું કેટલું જરૂરી છે. 5 જૂને અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મુલાકાત કરી હતી. આ પછી 14 જૂને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાન મળ્યા હતા. આ દરમિયાન જેક સુલિવાન વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળ્યા છે. આ તસવીરોથી સ્પષ્ટ છે કે અમેરિકા આ વખતે ભારતના પીએમની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જયશંકરે ટ્વીટમાં કહ્યું છે કે આ બેઠકનો હેતુ પીએમ મોદીના યુએસ પ્રવાસ માટે રોડમેપ તૈયાર કરવાનો હતો. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને પણ ભારત સાથે સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મુક્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન સરકાર ભારત સાથે વેપાર શરૂ કરે : પાકિસ્તાની મીડિયા
Next articleનિફ્ટી ફયુચર ૧૮૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!