Home દેશ - NATIONAL ભારતનું સૌથી ભારે રોકેટ દિવાળીના 1 દિવસ પહેલા થશે લોન્ચ

ભારતનું સૌથી ભારે રોકેટ દિવાળીના 1 દિવસ પહેલા થશે લોન્ચ

34
0

4 વર્ષ પછી ભારતનું સૌથી ભારે રોકેટ બ્રિટનના 36 સેટેલાઈટને લઈ જશે અંતરિક્ષમાં

ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દિવાળીના એક દિવસ પહેલાં પોતાનું સૌથી ભારે રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વન વેબના સેટેલાઈટ અંતરિક્ષમાં છોડશે. આ સેટેલાઈટ દુનિયાને અંતરિક્ષમાંથી ઈન્ટરનેટની સુવિધા આપશે. આ કંપનીમાં ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ કંપની શેર હોલ્ડર છે. એટલે એરટેલવાળી કંપની. ઈસરોના આ રોકેટનું નામ છે લોન્ચ વ્હીકલ માર્ક-3. જેને પહેલાં જિયોસિન્ક્રોન્સ લોન્ચ વ્હીકલ માર્ક-3ના નામથી ઓળખવામાં આવતું હતું. આ રોકેટમાં વનવેબના 36 સેટેલાઈટ્સ જઈ રહ્યા છે.

આખા મિશનનું નામ છે – LVM-3-M2/OneWeb India-1 Mission. લોન્ચિંગ 23 ઓક્ટોબર 2022ની સવારે સાત કલાકે શ્રીહરિકોટાના સ્પેસપોર્ટથી થશે. ઈસરોના અધિકારીઓએ જણાવ્યું રે રોકેટના ક્રાયો સ્ટેજ, ઈક્વિપમેન્ટ બે એસેમ્બલી પૂરી થઈ ગઈ છે. સેટેલાઈટ્સને રોકેટના ઉપરી ભાગમાં લગાવી દેવામાં આવ્યું છે. છેલ્લી તપાસ ચાલી રહી છે. વનવેબની સાથે ઈસરોની ડીલ થઈ છે. જે બે લોન્ચિંગ કરશે. એટલે 23 ઓક્ટોબરે લોન્ચિંગ પછી વધુ એક લોન્ચિંગ થશે. જે માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે જાન્યુઆરીમાં સંભવિત છે. આ સેટેલાઈટ્સને ધરતીની નીચલી કક્ષામાં તહેનાત કરવામાં આવશે. આ બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઈટ્સ છે. જેનું નામ વનવેબ લિયો છે.

LVM3 રોકેટની આ પહેલી વ્યવસાયિક ઉડાન છે. આ પહેલાં વર્ષ 2019માં આ રોકેટથી ચંદ્રયાન-2, 2018માં જીસેટ-2, 2017માં જીસેટ-1 અને તેની પહેલાં વર્ષ 2014માં ક્રૂ મોડ્યુલ એટમોસ્ફિયરિક રી-એન્ટ્રી એક્સપીરિમેન્ટ લઈને ગયું હતું. આ બધા મિશન દેશના હતા. એટલે સરકારી હતા. પહેલીવાર કોઈ ખાનગી કંપનીના સેટેલાઈટ આ રોકેટમાં જઈ રહ્યા છે. અત્યાર સુધી આ રોકેટથી ચાર વાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ચારેય સફળ રહ્યા છે. આ ઈસરોનું આ રોકેટથી પાંચમું લોન્ચિંગ છે.

LVM3 રોકેટની મદદથી અમે 4 ટન એટલે 4000 કિલોગ્રામ વજન સુધીના સેટેલાઈટ્સને જિયોસિન્ક્રોન્સ ટ્રાન્સફર ઓર્બિટ સુધી પહોંચાડવામાં આવી શકે છે. આ રોકેટ ત્રણ સ્ટેજનો છે. બે સોલિડ મોટર સ્ટ્રેપ ઓન લાગેલા છે. કોર સ્ટેજ લિક્વિડ પ્રોપેલન્ટ ભરેલું રહે છે. તે સિવાય એક ક્રાયો સ્ટેજ છે. સામાન્ય રીતે આ રોકેટના લોન્ચિંગ કરવા પોણા ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. આ રોકેટની લંબાઈ 142.5 ફૂટ છે. વ્યાસ 13 ફૂટ છે. તેનું કુલ વજન 6.40 લાખ કિલોગ્રામ છે.

LVM3ની મદદથી GTOમાં સેટેલાઈટ છોડવાને છે તો 4000 કિલોગ્રામ વજન સુધી આ સેટેલાઈટ્સ છોડી શકે છે. જો સેટેલાઈટ્સને લોઅર અર્થ ઓર્બિટમાં મૂકવાનો છે તો 10000 કિલોગ્રામ સુધીના સેટેલાઈટ્સને લઈ જઈ શકે છે. આ રોકેટની મદદથી આગામી વર્ષના પહેલા ક્વાર્ટરમાં ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરી શકાય છે. એટલું જ નહીં આગામી વર્ષના અંત સુધી ગગનયાનના પહેલા માનવરહિત ઉડાનનું પરીક્ષણ પણ આ રોકેટના મોડિફાઈડ વર્ઝનથી કરવામાં આવી શકે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field