(GNS),18
આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની શનિવારે અમદાવાદમાં રમાયેલી મેચ શાંતિપૂર્ણ રહી હતી અને મેચ દરમિયાન કોઈ પ્રકારની અણછાજતી ઘટના બની ન હતી તેનું સમગ્ર વિશ્વ સાક્ષી રહ્યું હતું તેમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડા ઝાકા અશરફ વતન પરત ફર્યા બાદ તેમના વલણમાંથી ફરી ગયા હતા અને તેમણે પોતાના બોર્ડના સિનિયર ઓફિશિયલ્સ સાથે મંત્રણા દરમિયાન કેટલીક ઘટનાઓ અંગે ચર્ચા કરી હતી અને ફરિયાદ કરી હતી. હવે એવી અટકળ થઈ રહી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તેમના વડા ઝાકા અશરફના રિપોર્ટ બાદ આ મામલે આઇસીસીમાં વિરોધ દાખવવાની પેરવી કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની હાઇ વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14મી ઓક્ટોબર ને શનિવારે રમાઈ હતી. જેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો અને ભારતે મેચમાં આસાનીથી વિજય હાંસલ કર્યો હતો. ઝાકા અશરફ સોમવારે વતન પરત ફર્યા હતા અને ત્યાર બાદ તેમણે પીસીબીના કેટલાક સિનિયર અધિકારીઓ સાથે સંખ્યાબંધ બેઠક યોજી હતી તેમ પીસીબીના સૂત્રોએ જણાવ્યું હતું. તેમના અમદાવાદના રોકાણ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ તેમની સારી આગતાસ્વાગતા કરી હતી તેમ છતાં ઝાકા અશરફે કેટલાક મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી હતી..
સૂત્રોએ જણાવ્યું હતું કે ઝાકા અશરફે એક બેઠકમાં હાજરી આપી હતી અને તેમણે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મામલે મંત્રણા કરી હતી. પીસીબીના ટીમ ડાયરેક્ટર અને ચીફ કોચ મિકી આર્થરે અમદાવાદમાં પ્રેક્ષકોનો વર્તન વિશે તથા તેની ટીમના પ્રદર્શન પર પડેલી અસર અંગે ચર્ચા કરી હતી. આઇસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેએ તેની પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે વર્લ્ડ કપને સફળ બનાવવા માટે આઇસીસી શક્ય તેટલા તમામ પ્રયાસ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સામેની મેચના દેખાવથી ઝાકા અશરફ ટીમ પ્રત્યે અત્યંત નારાજ છે પરંતુ વતન પરત ફરતાં અગાઉ તેમણે ટીમને અમદાવાદનો પરાજય ભૂલીને ટુર્નામેન્ટની બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરવા આગળ ધપવાનું કહ્યું હતું. પીસીબીના વડા તરીકે ઝાકા અશરફનું ભાવિ પણ ડામાડોળ છે કેમ કે તેમની ચાર મહિનાનો કાર્યકાળ ધરાવતી વચગાળાની ક્રિકેટ મેનેજમેન્ટ સમિતિનો કાર્યકાલ પાંચમી નવેમ્બરે પૂરો થાય છે. હવે સરકાર તેમની મુજત લંબાવે તેવી શક્યતા ઘણી ઓછી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.