(જી.એન.એસ) તા. 10
મુંબઈ/નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર ના નામની જાહેરાત થયા બાદ હવે BCCI દ્વારા ટીમના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની શોધ શરૂ થઈ ગઈ છે. હવે બોલિંગ કોચ માટે કેટલાક દાવેદારનું નામ સામે આવ્યું છે. બોલિંગ કોચ માટે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર ઈચ્છે છે કે વિનય કુમાર ટીમ ઈન્ડિયાનો આગામી બોલિંગ કોચ બને. પરંતુ BCCI વિનય કુમારના સ્થાને ઝહીર ખાન અથવા લક્ષ્મીપતિ બાલાજીને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહી છે.
ઝહીર ખાન, વિનય કુમાર અને લક્ષ્મીપતિ બાલાજીનું રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. ઝહીર ખાનનો દેખાવ એક બોલર તરીકે ખૂબ જ શાનદાર રહ્યો છે. ઝહીર ખાન જો ટીમના કોચ બને તો ભારતને તેમના લાંબા અનુભવનો લાભ મળી શકે છે. ઝહીર ખાને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે કોચિંગ સ્ટાફ તરીકે પણ કામ કર્યું છે. ઝહીર ખાને ટીમ ઈન્ડિયા માટે 200 ODI મેચમાં 282 અને 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે. IPLમાં પણ તેણે 100 મેચમાં 102 વિકેટ ઝડપી છે.બીજી તરફ ક્ષ્મીપતિ બાલાજીએ ભારતીય ટીમ માટે 8 ટેસ્ટ અને 30 ODI મેચ રમી છે. બાલાજીએ ટેસ્ટ મેચમાં 27 વિકેટ ઝડપી છે જ્યારે વનડે મેચમાં 34 વિકેટ ઝડપી છે. બીજી તરફ વિનય કુમારને માત્ર 1 ટેસ્ટ મેચ અને 31 વનડે મેચનો અનુભવ છે. વિનય કુમારે ટેસ્ટ મેચમાં 1 વિકેટ અને વનડે મેચમાં 38 વિકેટ લીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.