(GNS),25
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ અમેરિકાના પ્રવાસ બાદ હવે બે દિવસની ઇજિપ્તની મુલાકાતે છે. તેઓ શનિવારે અમેરિકાથી બારોબાર ઈજિપ્ત પહોચ્યાં હતા. અહીં પહોંચતા જ ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબૌલીએ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. અહીં પીએમ મોદીના ઈજિપ્ત પ્રવાસ પર ઘણા કાર્યક્રમો થવાના છે. આમાં સૌથી વધુ ચર્ચા હેલીઓપોલિસ મેમોરિયલની છે. પીએમ મોદી આજે આ સ્મારકની મુલાકાત લેવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. 1914- 18માં થયેલ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં લગભગ 4000 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ સ્મારક એ ભારતીય સૈનિકોના બલિદાનની યાદ અપાવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ 1700 કોમનવેલ્થ સૈનિકો શહીદ થયા હતા. તેમનું સ્મારક પણ ત્યાં છે. આ સ્મારક આજે ભારતીય સૈનિકોના બલિદાનની યાદ અપાવે છે. ત્યારે પીએમ મોદી આજે આ સ્મારકની મુલાકાત લેવા જઈ રહ્યા છે અને પ્રથમ તેમજ બીજા વિશ્વ યુદ્ધમાં શહિદ થયેલા તમામ સૈનિકોને શ્રદ્ધાજંલી આપશે.
હેલીઓપોલિસ મેમોરિયલનો ભારતીય સૈનિકો સાથે મહત્વનો સંબંધ છે. હેલીઓપોલિસ મેમોરિયલ એ હેલીઓપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કબ્રસ્તાનનો એક ભાગ છે. આ સ્મારક 3727 ભારતીય સૈનિકોના બલિદાનની યાદમાં બનાવવામાં આવ્યું છે, જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં યુદ્ધમાં શહીદ થયા હતા. આ પહેલા ઈઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે 1967ના યુદ્ધ દરમિયાન ઈજિપ્તની સેનાએ આ સ્મારકને નષ્ટ કરી દીધું હતું. જો કે અગાઉ તેમાં ભારતીય સેનાના શહીદ જવાનોના નામ નહોતા પણ પાછળથી નવા સ્મારકમાં ભારતીય સૈનિકોના નામ ઉમેરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ સ્મારકની મુલાકાત લીધી હતી અને ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ પશ્ચિમ એશિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.