(જી.એન.એસ) તા. 22
ભારતના ચેન્નાઈનો 17 વર્ષના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ માટે સૌથી યુવા ચેલેન્જર બન્યો હતો. તેને ગેરી કાસ્પારોવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
ગુકેશે 14મા અને છેલ્લા રાઉન્ડમાં અમેરિકાના હિકારુ નાકામુરા સાથે ડ્રો રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેના 14 માંથી 9 પોઈન્ટ હતા જેથી તે વર્લ્ડ ચેમ્પિયનનો ચેલેન્જર નક્કી કરી શકે.તે વર્ષના અંતમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને પડકાર આપશે. ચેન્નાઈના રહેવાસી ગુકેશે કાસ્પારોવનો રેકોર્ડ પણ તોડ્યો હતો. કાસ્પારોવ 1984માં 22 વર્ષનો હતો, જ્યારે તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ માટે રશિયાના એનાટોલી કાર્પોવને પડકાર આપ્યો હતો.
વિજય બાદ ડી ગુકેશે કહ્યું, ‘હું ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું. હું ફેબિયાનો કારુઆના અને ઈયાન નેપામ્નિઆચી વચ્ચેની મેચ જોઈ રહ્યો હતો. આ પછી હું ચાલવા ગયો જેણે મદદ કરી.ગુકેશને ઈનામ તરીકે 88500 યુરો (રૂ. 78.5 લાખ) પણ મળ્યા હતા. આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ પાંચ લાખ યુરો છે.આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતનાર વિશ્વનાથન આનંદ પછી તે બીજો ભારતીય બન્યો. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદે 2014માં ટાઈટલ જીત્યું હતું.
અંડર-9 સ્તરે એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ તે 2015માં ચર્ચામાં આવ્યો હતો. ગુકેશે વર્ષ 2018માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં કુલ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુકેશ જાન્યુઆરી 2019માં ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. ત્યારે તેની ઉંમર 12 વર્ષ 7 મહિના અને 17 દિવસની હતી.ગુકેશ ડી ચેસ ઈતિહાસમાં બીજા સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે. એમ્ચેસ રેપિડ ટુર્નામેન્ટમાં મેગ્નસ કાર્લસનને હરાવનાર તે સૌથી યુવા ખેલાડી છે. ગુકેશ ચેસ વર્લ્ડ કપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.