Home દેશ - NATIONAL ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી

ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી

38
0

(GNS),28

દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. સૂત્રોએ જણાવ્યું કે 27 ઓક્ટોબરે એક અજાણ્યા વ્યક્તિએ મુકેશ અંબાણીના ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.. કોઈ અજાણ્યા વ્યક્તિએ દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જો કે આ પહેલીવાર નથી આ અગાઉ પણ અનેક વખત ધમકી ભર્યા કોલ આવ્યા હકા જે બાદ તેમના ઘરની બાહર એક કારમાંથી કેટલાક શસ્ત્રો પણ મળ્યા હતા. જે બાદ આજે ફરી મુકેશ અંબાણીને ધમકી મળી છે અને ઈમેલ પર20 કરોડ રૂપિયાની માગણી કરી છે. 20 કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યું છે કે તે તેમને મારી નાખીશ. વ્યક્તિએ ઈમેલમાં એ પણ જણાવ્યું છે કે તેની પાસે શ્રેષ્ઠ શાર્પ સ્યુટર્સ છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે..

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તેઓ તેને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે. ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.. એવું નથી કે મુકેશ અંબાણીને પહેલીવાર ધમકી મળી છે. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એન્ટિલિયામાં મુકેશ અંબાણીના ઘરને બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. ધમકી મળતાં જ એન્ટિલિયાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાઝામાં ઈઝરાયેલી સેના દ્વારા ભારે બોમ્બમારો, જેમાં હમાસ કમાન્ડર અસમ અબુ માર્યો ગયો
Next articleવિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ દ્વારા Q2 અને H1 FY24ના નાણાકીય પરિણામો જાહેર