(GNS),06
બાંગ્લાદેશ સામે એશિયન ગેમ્સની મેચ જીતીને ભારતે ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં પણ વિજયધ્વજ લહેરાવ્યો છે. રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારતીય ટીમનો લગભગ મેડલ નિશ્ચિત થઈ ગયો છે. જોકે, ટીમનો પ્રયાસ ગોલ્ડ મેડલ માટે જ રહેશે. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે પણ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ફાઇનલમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમનો મુકાબલો કઈ ટીમ સાથે થશે તેનો નિર્ણય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચના પરિણામ પર નિર્ભર રહેશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ માત્ર આ મેચ જ જીતી નથી પરંતુ કેટલાક નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. ભારત વિ બાંગ્લાદેશ સેમિફાઇનલ મેચમાં, બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 96 રનનો નાનકડો સ્કોર બનાવ્યો હતો, ભારતીય ટીમને જીતવા માટે માત્ર 97 રનનો લક્ષ્યાંક હતો. ભારતીય ટીમને પહેલો ફટકો ત્યારે લાગ્યો જ્યારે ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રથમ ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. જયસ્વાલ આ અગાઉની મેચમાં સદી ફટકારી ચૂક્યો છે. પણ ત્યાર પછી તિલક વર્મા કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ સાથે ભાગીદારી કરવા મેદાનમાં ઉતર્યો હતો..
બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 97 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટોટલ 193 રન બન્યા હતા. ભારત અને બાંગ્લાદેશની ટીમો T20 ઈન્ટરનેશનલમાં ટકરાઇ ત્યારે આટલો નાનો ટોટલ ક્યારેય બનાવ્યો નથી. આ પોતાનામાં એક રેકોર્ડ પણ બની ગયો છે. બંનેએ એકસાથે એટલી ઝડપી બેટિંગ કરી હતી કે માત્ર 3.4 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. આ T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની સૌથી ઝડપી ફિફ્ટી છે. અગાઉ આ જ ટીમે એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં નેપાળ સામે 3.5 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. પરંતુ થોડા જ દિવસોમાં આ રેકોર્ડ પણ તૂટી ગયો હતો. તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી હતી.આ મેચમાં ત્રીજા નંબરે આવેલા તિલક વર્માએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. હાલમાં તિલક વર્મા માત્ર 21 વર્ષનો બેટર છે. આ ઉંમરે તે પોતાની ટીમ માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા તેણે તાજેતરમાં 51 રનની ઇનિંગ પણ રમી હતી. અગાઉ રોહિત શર્મા જ્યારે 21 વર્ષનો હતો ત્યારે તેણે 50 રનની ઇનિંગ રમી હતી. એટલે કે તિલક વર્માએ માત્ર રોહિત શર્માનો જ નહીં પણ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તિલક વર્મા પુરૂષોની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી પણ બની ગયો છે. હવે તમામની નજર ફાઈનલ મેચ પર ટકેલી છે. જેમાં ભારત સામે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન બેમાંથી કોઈ એક ટીમ ટકરાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.