Home મધ્ય ગુજરાત અમદાવાદ ભાડે કાર ફેરવતા 50 લોકોથી વધુને ચૂનો લગાવી બારોબાર કાર વેચી દેનાર...

ભાડે કાર ફેરવતા 50 લોકોથી વધુને ચૂનો લગાવી બારોબાર કાર વેચી દેનાર ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકમાં લઈ પૂછપરછ આરંભી 

30
0

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

ભાજપના અંડવાદના ઓબીસી નેતા કનુ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે. ભાડે કાર ફેરવતા 50 લોકોથી વધુને ચૂનો લગાવી બારોબાર કાર વેચી દેનાર BJP નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીને અટકમાં લઈ તેની પૂછપરછ આરંભી છે. ગણતરીના કલાકોમાં ભાજપ નેતાના પુત્રની ધરપકડના એંધાણ છે. એક સાથે 50થી વધુ કાર બારોબાર વેચી દેવાના આ મામલામાં ક્રાઈમ બ્રાંચ આગામી સમયમાં મોટા ખૂલાસા કરે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. એક સાથે 50 લાકોને કેવી રીતે છેતરવામાં આવ્યા. 

ભાજપના અમદાવાદના બક્ષીપંચ મોરચાના નેતા કનુ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં અમદાવાદના જુદાજુદા લોકો પાસેથી ભાડે મેળવેલી 45 કાર બારોબાર ગીરવે મુકી દેવાનો આરોપ છે. જેમાં મોટા ભાગના ભોગ બનનાર અમદાવાદ અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે શબવાહિની તેમજ એમ્બુલન્સ ભાડે ફેરવે છે. થોડાંક મહિનાઓ અગાઉ પ્રિન્સ મિસ્ત્રીએ કાર ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 50થી વધુ લોકો પાસેથી જુદા-જુદા પ્રકારની કાર ભાડે ફેરવવા માટે લીધી હતી. ફરિયાદી કાજલભાઇ જાદવે 33 હજાર રૂપિયાના માસિક ભાડે તેમની કાર પ્રિન્સને આપી હતી. કાર ભાડે આપવા પેટે પ્રિન્સ મિસ્ત્રીએ 50 હજાર રૂપિયાની ડિપોઝીટ પણ લીધી હતી. આવી જ રીતે જુદાજુદા લોકો પાસેથી 50-50 હજાર રૂપિયા ડિપોઝીટ પેટે મેળવી તેમના વાહનો પણ મેળવી લીધા હતા. ત્રણ-ચાર મહિના સુધી 30 હજારથી 25 હજાર રૂપિયા ભાડું ચૂકવ્યા બાદ પ્રિન્સે રકમ આપવાની બંધ કરી દીધી હતી. કાર માલિકોએ પોતાની કાર પરત માગી તો એક મહિના માટે વાહનો દિલ્હી મોકલી આપ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ પ્રિન્સ મિસ્ત્રીએ મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી દેતા વાહન માલિકો તેના ઘરે પહોંચ્યા હતા. પ્રિન્સના પિતા કનુભાઇએ વાહન માલિકોને જણાવ્યું હતું કે, મારો પુત્ર એક લિસ્ટ આપી ગયો છે અને તેણે તમારા વાહનો અલગ-અલગ જગ્યાએ ગીરવે મુકી દીધા છે. અત્રે નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે કમલમ્ Gujarat BJP નો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી વાહનો મુકવાના છે તેમ કહીને પ્રિન્સ મિસ્ત્રીએ છેતરપિંડી કરવામાં આવી છે.

પ્રિન્સ મિસ્ત્રીએ ભાડે મેળવેલી 50થી વધુ કાર કોને-કોને ગીરવે આપી હતી તેની પૂછપરછ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ગીરવે અપાયેલી મોટા ભાગની કાર ઉત્તર ગુજરાતના એક ગામે ગીરવે મુકાઈ હોવાનું સામે આવ્યું છે. અન્યની માલિકીના વાહનો પ્રિન્સ મિસ્ત્રી કોના થકી ગીરવે મુકી આવ્યો હતો તે દિશામાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત ગીરવે મુકાયેલી કાર ને પાછી કબજે લેવા ક્રાઈમ બ્રાંચે દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article1 ઓગસ્ટ, 2024થી ગેસ સિલિન્ડર સહીત પાંચ નિયમો બદલાશે
Next articleટ્રેન કાઢવા રેલવે કર્મચારીઓ ટ્રેક પર ચાલીને ટ્રેનનો એન્જિનને ટ્રેક બતાવ્યો, વીડિયો વાયરલ