Home અન્ય રાજ્ય ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ...

ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા મહત્વની ભૂમિકા ભજવશે: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ

32
0

(જી.એન.એસ) તા. 30

ગુવાહાટી/દિસપુર,

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના ગુવાહાટીમાં કહ્યું કે, અમે (ભાજપ) પૂર્ણ બહુમતનો પ્રયોગ 370ને દૂર કરવા કર્યો. કોરોના વિરૂદ્ધ લડવા માટે કર્યો. અંગ્રેજોના ત્રણ કાયદા બદલ્યા અને ત્રિપલ તલાકને હટાવ્યો. એટલું જ નહિં રામ મંદિર પણ બંધાવ્યું.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવીને લોકોમાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. જો કોઈ પાર્ટીએ SC, ST અને OBCની અનામતને લઈને ડેટા નાખ્યો હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કોંગ્રેસસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ધર્મના નામે અનામત બંધારણીય નથી, ગેરબંધારણીય છે. જ્યારે પણ અમને આ રાજ્યોમાં સત્તા મળશે ત્યારે અમે ધર્મના આધારે લાદવામાં આવેલી અનામતને હટાવી SC, ST અને OBC ના આધારે ન્યાય અપાવવાનું કામ કરીશું. કોંગ્રેસે સૌપ્રથમ સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપી, જેના કારણે OBCની અનામત કપાઈ. ત્યારપછી કર્ણાટકમાં કોઈ સર્વે કર્યા વિના જ તમામ મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા અનામત આપી દેવાયા.

અમિત શાહે કોંગ્રેસ પર સીધું અને ધારદાર નિશાન સાધતા કહ્યું કે તેમનામાં હતાશા અને નિરાશા એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે તેમણે મારૂં અને અમુક ભાજપના નેતાઓના ફેક વીડિયો બનાવી જાહેરમાં ફોરવર્ડ કર્યું હતું. સદનસીબથી હું જે બોલ્યો હતો, એનો રેકોર્ડ હતો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. રાજનીતિનું સ્તર બહુ નીચે લઈ જવાનું કામ કરી રહ્યા છે. આની ચરમસીમા એ છે કે લોકસભામાં ચર્ચા ન થવા દેવી, રાજ્યસભામાં તેનો બહિષ્કાર કરવો, ઘોંઘાટ કરવો અને જૂઠું બોલીને લોકોમાં ગેરસમજ ફેલાવવી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આ કરી રહી છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ એ વધુમાં કહ્યું કે, ‘હું માનું છું કે હવે નકલી વીડિયો ફેલાવીને ખોટું જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવો એ નિંદનીય છે અને ભારતીય રાજનીતિમાં કોઈપણ મોટા પક્ષ દ્વારા આવું ક્યારેય કરવામાં આવ્યું નથી.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના હસ્તે ‘ચુનાવ કા પર્વ સેલ્ફી ઈ-પોર્ટલ’નું લોન્ચિંગ કરાયું
Next article1લીમે 2024 ના રોજ 64 માંગુજરાત સ્થાપના દિવસની ઉજવણી