Home ગુજરાત ઉત્તર ગુજરાત ભાજપ દિવાળીના દિવસોમાં ૫૦ લાખ લોકોને જમાડશે

ભાજપ દિવાળીના દિવસોમાં ૫૦ લાખ લોકોને જમાડશે

25
0

ચૂંટણી નજીક આવતાં જ ભાજપે પોતાની ડિનર ડિલ્પોમસી તેજ કરી દીધી છે. વિવિધ વર્ગના લોકો અને પેજ પ્રમુખો તથા મતદાતાઓ સાથે ભોજન કરવાની રણનીતિ અપનાવીને ભાજપ મોટા સમૂહને પોતાની તરફે ખેંચવા પ્રયત્નશીલ છે. આ ભોજન સમારંભોમાં અમે એક વિધાનસભા બેઠકમાં ૩૦થી ૩૫ હજાર પેજ સમિતિના સદસ્યોને આમંત્રિત અપાશે. આમ ૧૮૨ વિધાનસભાના કુલ ૫૦થી ૬૦ લાખ લોકોને સંમેલન કરીને અમે જમાડીશું.

આ માટે શહેરી વિસ્તારોમાં દરેક બેઠક દીઠ તેના ધારાસભ્યો અને શહેરના તથા પ્રદેશ સંગઠનના નેતાઓ ભોજનના કાર્યક્રમો કરશે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો અને રાજ્યના નેતાઓ હાજર રહેશે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી બેઠકોમાં ત્યાંના સંબંધિત મહિલા, યુવા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને કિસાન મોરચાના નેતાઓ અલગ-અલગ ભોજન સમારંભો યોજશે. અમિત શાહે દેશ-વિદેશમાં સ્થાયી થયેલા વિખ્યાત ગુજરાતી લોકોને પ્રદેશ કાર્યાલય પર ભોજન માટે આમંત્રિત કર્યા હતા.

અમિત શાહે વિદેશમાં વસેલા રાજકારણીઓ, બિઝનેસમેન, કલાકારો, સામાજિક અગ્રણીઓ સહિતના લોકોને અહીં આમંત્રિત કર્યા હતા. આ લોકો પરોક્ષ રીતે ગુજરાતની ચૂંટણીમાં મતદાતાઓના માનસ પર ખાસ્સા પ્રભાવિત રહેતા હોય છે.

આ ઉપરાંત તેમની સાથેની ચર્ચા દરમિયાન ભાજપ અને સત્તાપક્ષે કયા ક્ષેત્રોમાં વધુ પ્રયાસ કરવો જાેઇએ તેનું સૂચન પણ મેળવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગ સ્પર્ધામાં જાનવીએ અસામાન્ય કૌવત દાખવીને નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
Next articleમહેસાણાના વડનગર તાલુકામાં પતિ-પત્ની વિષે એક ચોંકાવનારી ઘટના આવી સામે..