Home ગુજરાત ઉત્તર ગુજરાત ભાજપ ગૌરવ યાત્રાથી 144 બેઠકોના 2.5 કરોડ મતદારોનો સંપર્ક કરશે

ભાજપ ગૌરવ યાત્રાથી 144 બેઠકોના 2.5 કરોડ મતદારોનો સંપર્ક કરશે

30
0

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. 144 બેઠકોનો પ્રવાસ કરીને ભાજપના નેતાઓ ગુજરાતના વિવિધ યાત્રાધામો અને અલગ-અલગ સમાજોના ધાર્મિક સ્થાનની મુલાકાત લેશે. ધર્મ અને રાજનીતિનો સમન્વય કરીને ગુજરાત ભાજપ 9 દિવસની યાત્રા દરમિયાન ગુજરાતના 2.5 કરોડથી વધુ મતદાતાઓને સંપર્ક કરશે. આ યાત્રા કુલ પાંચ ફેઝમાં થવા જઈ રહી. ચૂંટણીમાં દરેક સમાજને સાથે રાખવા જરૂરી છે, તેથી ભાજપે આ સમાજો સુધી પહોંચવા માટે તેમના આસ્થાના સ્થાનોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત તેઓ ગુજરાતના દરેક હિંદુ યાત્રાધામ જેવાં કે અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ સહિતના સ્થળોએ પોતાની જંગી જાહેરસભાઓ કરશે. 12 ઓક્ટોબર બહુચરાજીથી માતાના મઢ સુધીની યાત્રા 9 જિલ્લાના 33 વિધાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિ.મીનો પ્રવાસ કરશે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. 12 ઓક્ટોબર દ્વારકાથી પોરબંદરની યાત્રા 21 વિધાનસભા વિસ્તારમાં ફરશે,

જે દરમિયાન 22 જાહેરસભાનું આયોજન કરાશે. જે પી નડ્ડાની આગેવાનીમાં સાત દિવસમાં કુલ 876 કિલોમીટર પ્રવાસ કરશે. 13 ઓક્ટોબર સંત સવૈયાનાથજી,ઝાંઝરકાથી સોમનાથની યાત્રાને ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. જે 9 જિલ્લાની 24 વિધાનસભા બેઠકમાં પસાર થઇ ૮ દિવસમાં કુલ 1070 કિમીનો પ્રવાસ કરશે. 13 ઓક્ટોબર ઉનાઇ માતાથી ફાગવેલ સુધીની યાત્રા અમિત શાહની હાજરીમાં 13 જિલ્લાની 35 વિધાનસભા બેઠકો આવરી લઇ 9 દિવસમાં આશરે 990 કિ.મીનું અંતર કાપશે.

13 ઓક્ટોબર બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા – ઉનાઇ માતાથી અંબાજી સુધી 14 જિલ્લામાં પસાર થઇ 31 વિધાનસભા બેઠકોને આવરી લેતી 1068 કિમી પ્રવાસ કરશે અને તેમાં અમિત શાહ જોડાશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરના શેરથા પાસેથી ટ્રકમાં લઈ જવાતો 15. 33 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Next articleમહેસાણાના કસલપુરમાં ગેસ લીકેજનો મામલો, ઓએનજીસી ટીમે લીકેજ પર કાબૂ મેળવ્યો