(જી.એન.એસ., હર્ષદ કામદાર)
રાજ્યમાં ફરી એકવાર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લક્ષમાં રહીને મુખ્યમંત્રી બદલાવાથી લઈને ભાજપમાં આંતરિક રામ-રમતો શરુ થઈ ગઈ છે ત્યારે એક બાબત સ્પષ્ટ તરી આવે છે કે મુખ્યમંત્રી પદ પર પાટીદારને બેસાડી પાટીદાર સમાજનો રોષ ઠંડો પાડવામાં આવશે ત્યારે પ્રદેશ પ્રમુખ પદે જીતુ વાઘાણીનો છેદ ઊડી જશે તે નિશ્ચિત છે કારણ સીએમ પદ અને પ્રમુદેશ પ્રમુખ એમ બંન્ને પદ પર પાટીદાર ન ચાલે. પ્રદેશ પ્રમુખ પદ માટેની રેસમાં શંકર ચૌધરી અને આઈકે જાડેજાના નામ ચાલી રહ્યા છે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા અને ગણપત વસાવાના પણ નામ ચર્ચામાં છે. ટૂંકમાં હાલના મુખ્યમંત્રી રૂપાણના સ્થાને મનસુખ માંડવિયા અગ્રક્રમે છે ત્યારે ફરી એકવાર નીતિન પટેલનું અપમાન થઈ શકે તેવા એંધાણ મળી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી માથે આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકાયું છે. જેની ગુજરાતમાં ભારે અસર પડી શકે તે હકીકત સમજીને ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદારને બેસાડવાનું આયોજન થઈ રહ્યું છે કરાણ કે વડાપ્રધાન મોદીનું હોમ ગ્રાઉન્ડ ગુજરાત છે અને ત્યાંથી સીટો ઘટે તો ભાજપાને મોટો ફટકો પડે અને આ કારણ વિજય રૂપાણી અને નીતિન પટેલને તેમના પદ પરથી હટાવીને બંન્ને રાજકોટ અને મહેસાણા લોકસભાની ચૂંટણી લડાવી દિલ્હી લઈ જવા તેવું આયોજન ભાજપામાં આંતરિક રીતે ચાલી રહ્યું હોવાનો ગણગણાટ શરુ થઈ ગયો છે. જો કે નીતિન પટેલને હટાવવાની વાત થતાં તેઓ અંદરખાને ભારે નારાજ છે જે કારણે તેઓ મહેસાણા સહિતના અન્ય કાર્યક્રમોમાં ગયા ન હતો અને પોતે જ મુખ્યમંત્રી બને તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા હોવાની વાત બહાર આવી હતી તેઓ શંકરસિંહ વાઘેલાના માર્ગે જશે તેવી અટકળો રાજકીય ક્ષેત્રમાં સતત ઘુમરાઈ રહી હતી પરંતુ ભાજપા મોવડી મંડળના આદેશ બાદ ગુજરાતની તમામ બેઠક જીતવા માટેની વ્યૂહરચના ભાજપા દ્વારા ગોઠવાઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમાં નીતિન પટેલ અને જીતુ વાણીનો ભોગ લેવાય તે નિશ્ચિત છે. કારણ પાટીદાર આંદોલન વાવાઝોડું ન બને તે માટે રાજ્ય સરકાર અને ભાજપા સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવશે…!!
જો અને તોની વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીના સ્થાને માંડવિયાને મૂકવામાં આવે તો રૂપાણી,નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાણાણીનું રાજકીય બદલિન લેવાશે તે ચોક્કસ દેખાય છે…!! ટૂંકમાં નીતિન પટેલને પ્રધાનમંડળમાં સ્થાન નહિ હોય અને રૂપાણી ને રાજકોટ તથા નીતિન પટેલને મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવીને દિલ્હી લઈ જવાશે.
આ બધા વચ્ચે સુજલામ્-સુફલામ્ જળ સંચય અભિયાનની પૂર્ણાહૂતિ પ્રસંગે વડોદરા આવેલા મનસુખ માંડવિયાએ પત્રકારોના પ્રશ્ને જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રીની રેસમાં નથી. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી જ રહેશે. મુખ્યમંત્રી બદલવાની વાત માત્ર અફવા છે. પરંતુ એક હકીકત રાજકીય ક્ષેત્રે બહાર આવી છે કે મુખ્યમંત્રી જરૂર બદલાશે અને પાટીદાર ને જ સીએમ બનાવાશે પરંતુ નીતિન પટેલ સીએમ નહીં હોય મતલબ કે પુનઃએકવાર મુખ્યમંત્રીની પદનો પ્યાલો નીતિનભાઈના હોઠે નહિ પહોંચે.
બીજી તરફ પ્રદેશ પ્રમુખ પદના મજબૂત દાવેદાર શંકર ચૌધરીને બે બાબત નડી રહી છે જેમાં તાજેતરમાં તેમના ટ્રસ્ટને નીતિ-નીયમ નેવે મૂકીને મેડિકલ કોલેજ આપવામાં આવી અને જ્ઞાતિવાદના ધોરણે કામ કરતા હતા. જે ભાજપાને નુકસાન કરી શકે છે. તો આઈકે જાડેજા માટે જમા પાસુ એ છે કે તેઓને પક્ષે ટિકિટ ન આપવા છતાં પક્ષને વફાદાર રહીને પક્ષમાં ઉત્સાહથી તમામ કાર્ય કરી રહ્યા છે અને રાજ્યના મોટાભાગના કાર્યકરો અને લોકોમાં પ્રિય છે. હવે જોવાનું રહે છે કે પાટીદાર આંદોલનના પડઘા કેવા પડે છે અને રાજકીય ક્ષેત્રે કેવી અસર કરે છે. જ્યરે બીજી તરફ ભૂપેન્દ્રસિુંહ ચુડાસ્મા સંગઠન ક્ષેત્રે અનુભવી છે. કોઈ દાગ નથી છતાં શિક્ષણમંત્રી બન્યા પછી વિદ્યાર્થી-વાલીઓમાં તેમની પ્રિયતા તળિયે પહોંચી ગઈ છે. પછી આવે ગણપતભાઈ વસાવા છતાં ભાજપના પક્ષને લાભ થશે તે જોઈને જ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરશે…હા એકવાત ચોક્કસ જીતુ વાઘાણીને માથે લટકતી તલવાર તો છે જ…!!!(જી.એન.એસ)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.