Home અન્ય રાજ્ય ભાજપના વિનોદ ચાવડાની 2.40 લાખની સરસાઈથી જીત થઈ

ભાજપના વિનોદ ચાવડાની 2.40 લાખની સરસાઈથી જીત થઈ

19
0

કચ્છની લોકસભા બેઠક પર કમળની શાનદાર જીત

(જી.એન.એસ) તા. 4

કચ્છ,

ગુજરાતમાં 26 લોકસભા બેઠકોમાંથી એક મહત્વની ગણાતી સીટ એટલે કચ્છ. ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં 26 સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબ્જામાં રહી છે. કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા અને તેની સામે વિપક્ષમાં કોંગ્રેસે નીતિશ લાલનને ટિકિટ આપી હતી.

આ વખતે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની શાનદાર જીત થઈ છે. પરંતુ રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બનાવના પગલે ક્યાંય પણ વિજય સરઘસ જોવા મળશે નહીં. પાછલા 10 વર્ષોની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે 2024માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 5,72,488 ટોટલ મત મળ્યા છે. તેમજ વિપક્ષ ઉમેદવાર નીતેશ લાલનને 3,33,460 મત મળ્યા છે. વિનોદ ચાવડાએ 2.40 લાખના માર્જિનથી જીત મેળવી છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે 2024માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશન નજીક તાજ એક્સપ્રેસ રેલ્વેના 4 ડબ્બામાં આગ લાગવાની ઘટના
Next articleદલિત યુવાનનું કારમાં અપહરણ કરી નગ્ન કરી માર મારવાના કેસમાં 3 ની ધરપકડ