Home ગુજરાત ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની પાણીવાળી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ

ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની પાણીવાળી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ

14
0

લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે મહિલા નેતાને રીલ્સનો ચસ્કો લાગ્યો

(જી.એન.એસ) વડોદરા,તા.૩૧

વડોદરામાં પૂરના પાણી ઓસરતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યાં છે. વડોદરામાં પૂરની સ્થિતિથી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે લોકોમાં રોષ છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવા ગયેલા ભાજપના નેતાઓનો લોકો હૂલારીયો બોલાવી રહ્યા છે. તેવામાં વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે.  દેખ તમાશા ‘રીલ્સ’ કા. સંસ્કારી નગરીની અસંસ્કારી ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકીને લોકોની ક્રૂર મઝાક ઉડાવી છે. એક બાજુ લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા, ત્યારે જુઓ ભાજપની મહિલા નેતાને રીલ્સનો ચસ્કો લાગ્યો હતો. લોકો પુરમાં પરેશાન હતા અને મેડમ રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા. તેઓ લોકોની મદદના નામે વડોદરાના નાગરિકો સાથે ભયંકર મજાક ઉડાવી રહ્યા હતા. એક તરફ લોકો ભુખ્યા હતા અને મહિલા નેતા રીલ્સ બનાવતા હતા, જેના કારણે આ મુદ્દો હાલ ગરમાયો છે. ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની પાણીવાળી રીલ્સ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. લોકો હેરાન થઈ રહ્યા હતા અને ચાર્મી પટેલ રીલ્સ બનાવી રહ્યા હતા. અનેક વખત વિવાદોમાં પણ ચાર્મી પટેલ રહી ચૂક્યા છે.  વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં લોકોની મદદ કરવાના બદલે ભાજપની મહિલા નેતાએ રીલ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. વોર્ડ 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે તેમના પતિ સાથે પૂરના પાણીની અંદર રીલ બનાવી હતી. પૂરના પાણીમાં એક તરફ નાગરિકો ભૂખ્યા તરસ્યાં રહ્યા, તેવામાં ચાર્મી પટેલ રીલ બનાવી મજા લઇ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે અનેક વખત વિવાદમાં આડકતરી રીતે ચાર્મી પટેલનું નામ ઊછળ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો
Next articleગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર, 1 કરોડ 41 લાખથી વધુ RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા