ભાજપના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગટનું સોમવારે મોડી રાતે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું. મોતના ગણતરીના સમય પહેલા તેમણે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે ટિ્વટર એકાઉન્ટ પર પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો હતો. એવું કહેવાય છે કે તેઓ પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગયા હતા. સ્શાનિક પ્રશાસન તેમના મોતના કારણની પુષ્ટિ કરવામાં લાગ્યું છે. સોનાલી ફોગટનો જન્મ ૨૧ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ હરિયાણાના હિસારના એક નાનકડા ગામ ભૂટાનમાં થયો હતો. સોનાલીના પિતા ખેડૂત છે અને ખેતીવાડી સંભાળે છે. પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેમણે નોઈડા સેક્ટર એકમાં સ્થિત એક ઈન્સ્ટિટ્યૂટથી અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત હિસાર દુરદર્શનમાં એંકર તરીકે કરી હતી. એંકરિંગ દરમિયાન ભાજપના નેશનલ વર્કિંગ કમિટિ સાથે જાેડાયા. ત્યારબાદ તેમને અનેક રોલ ઓફર થયા અને તેમણે એંકરિંગ છોડીને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યા. તેમણે રવિ કિશન, જિમી શેરગિલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. ઝી ટીવી પર પ્રસારિત ‘અમ્મા’માં નવા શાહની પત્નીની ભૂમિકા ભજવી હતી. સોનાલી ફોગટના લગ્ન હિસારમાં રહેતા નેતા સંજય ફોગટ સાથે થયા છે. વર્ષ ૨૦૧૬માં તેમના પતિ સંજય ફોગટનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. તેમનો મૃતદેહ તેમના ફાર્મહાઉસમાં મળી આવ્યો હતો. સંજય ફોગટ ભાજપના નેતા હતા. પતિના મોત બાદ સોનાલી ભાજપ સાથે જાેડાઈ ગયા. સોનાલી અને સંજયની એક પુત્રી પણ છે. સોનાલી ફોગટ હરિયાણાની મહિલા વિંગની પાર્ટી ઉપાધ્યક્ષ અને હરિયાણા કલા પરિષદના હિસાર જાેનલના દિગ્દર્શક પણ છે. ભાજપના સભ્ય તરીકે તેમણે ઝારખંડ અને મધ્ય પ્રદેશ ચૂંટણી રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ટિકટોક પર તેઓ ખુબ લોકપ્રિય છે અને તેમના વીડિયોને લોકો પસંદ પણ કરે છે. ૨૦૧૯માં થયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપ તરફથી આદમપુર બેઠકથી ચૂંટણી લડી હતી. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ભારત માતાની જયના નારા લગાવવાનું આહ્વાન પણ કર્યું હતું. નારા ન લગાવનારાઓને પાકિસ્તાની કહ્યા હતા. આ સ્ટેટમેન્ટ બાદ તેઓ ખાસ્સા વિવાદમાં પણ આવ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગટનું નિધન થયું છે. સોનાલી ફોગટે ૨૦૧૯માં હરિયાણા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી આદમપુર વિધાનસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી દરમિયાન પોતાના સોશિયલ મીડિયા વીડિયોના કારણે પણ તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.