Home દેશ - NATIONAL ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી હેડગેના નિવેદનથી થયો હોબાળો, સંસદની કાર્યવાહી કરાઈ...

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી હેડગેના નિવેદનથી થયો હોબાળો, સંસદની કાર્યવાહી કરાઈ સ્થગીત

329
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
સંસદના શિયાળું સત્રને શરૂ થયાને 10 દિવસ થયા છતાં એક દિવસ પણ શિયાળું સત્રમાં કાર્યવાહી થઇ નથી. આ અગાઉ પણ વડાપ્રધાન મોદીએ મનમોહનસિંહ પર ગુજરાતની ચૂંટણી દરમિયાન આપેલા નિવેદનથી પણ સંસદમાં હોબાળો થયો હતો અને કાર્યવાહી થઇ શકી નથી અને હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેડગેના ધર્મનિરપેક્ષતા પરના નિવેદનથી સંસદમાં આજના દિવસે હોબાળો થયો હતો જેથી સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગીત કરવામાં આવી હતી. અનંતકુમાર હેડગેએ મંગળવારે કહ્યું હતું કે, જો આપ ધર્મનિરપેક્ષતાનો દાવો કરતા હોય તો આપ કોણ છો? તે અંગે સવાલ પેદા થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સંવિધાનનું સંમ્માન કરે છે પરંતુ આવનારા સમયમાં તેને બદલવું પડશે. પાંચ વખત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી આજે સંસદમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, જો કોઇ નેતાને બંધારણ પર વિશ્વાસ ના હોય તો તેમને સંસદસભ્ય હોવાનો પણ કોઇ હક નથી. અનંતકુમાર હેડગેએ સંસદમાં કહ્યું હતું કે આજકાલ લોકો પોતાને ધર્મનિરપેક્ષ દર્શાવવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ તેની જગ્યાએ લોકો ગર્વથી કહે કે હું હિંદુ છું અથવા હું મુસ્લિમ છું અથવા હું ઇસાઇ છું તો તેમને ખુશી થઈ હોત. સંસદનું શિયાળું સત્ર વિવાદો અને હોબાળાથી સ્થગિત થઇ રહ્યું છે. ત્યારે આ સંસદમાં સત્ર શરૂ થયાને 10 દિવસ થવા છતાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી થવાને જગ્યાએ માત્ર વિવાદોથી કામગીરીમાં અવરોધો આવી રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિમાચલ પ્રદેશના સીએમ તરીકે જયરામ ઠાકુરના શપથ ગ્રહણ
Next articleપાકિસ્તાન પોતાની નીચતા માટે જાણીતું છે’: કિરણ રિજિજુ