Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે 4 દિગ્ગજ નેતાઓનું નામ રેસમાં આગળ

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે 4 દિગ્ગજ નેતાઓનું નામ રેસમાં આગળ

27
0

(જી.એન.એસ) તા. 11

નવી દિલ્હી,

શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ત્સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હત સાથે જ રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેપી નડ્ડા નવી સરકારમાં જોડાતાની સાથે જ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

2019ની લોકસભા ચૂંટણી બાદ ભાજપના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી જે.પી. નડ્ડાને  સોંપવામાં આવી હતી. ત્યારબાદ અમિત શાહને નરેન્દ્ર મોદી કેબિનેટમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપતા નડ્ડાને જાન્યુઆરી 2020માં ફૂલ ટાઈમ ભાજપ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે જાન્યુઆરીમાં પૂરો થયો હતો, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ભાજપ અધ્યક્ષ માટે એક નવા ચહેરાની તલાશ છે. 

જેપી નડ્ડા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાથી ભાજપે પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરવી પડશે. છેલ્લી બે ટર્મમાં રાષ્ટ્રીય અધ્યક્ષોની નિમણૂકમાં પાર્ટીની પેટર્ન રહી છે. 2014માં રાજનાથ સિંહ કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારે તેમના પછી અમિત શાહને પાર્ટીની કમાન મળી હતી. અમિત શાહ 2019 માં કેન્દ્રીય મંત્રી બન્યા પછી જૂન 2019 માં જેપી નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ જાન્યુઆરી 2020માં પૂર્ણ-સમયના અધ્યક્ષ બન્યા હતા. સ્પીકર તરીકેનો તેમનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો હતો પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આથી હવે નવા નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાંથી મોટો ફટકો પડ્યો હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નવા અધ્યક્ષ યુપીના હોઈ શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિનોદ તાવડેના નામની ચર્ચા થઈ રહી છે. 

વિનોદ તાવડે મહારાષ્ટ્ર સરકારના મંત્રી પણ રહી ચૂકેલા છે. બીએલ સંતોષ બાદ વિનોદ તાવડેને સૌથી પ્રભાવશાળી મહાસચિવ માનવામાં આવે છે અને તેઓ એક યુવા નેતા પણ છે, આથી તે પાર્ટીને સારી રીતે સમજે છે. આ ઉપરાંત ભાજપની કમાન સંભાળવા અનુરાગ ઠાકુરઅને સુનીલ બંસલના નામ પણ સામે આવી રહ્યા છે. સાથે જ ભાજપ ઓબીસી મોરચાના વડા કે લક્ષ્મણનું નામ પણ ભાજપના આગામી પ્રમુખ તરીકે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત ભાજપ અધ્યક્ષની રેસમાં સુનીલ બંસલનું નામ પણ સામેલ છે, જેઓ હાલમાં મહાસચિવ છે અને એવું પણ માનવામાં આવે છે કે ઓમ માથુર પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં છે. રાજસ્થાનના રાજ્યસભા સભ્ય અને ભૈરો સિંહ શેખાવતના શિષ્ય ઓમ માથુર પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં આગળ છે. માથુર ચહેરા પર સ્મિત સાથે વાત કહેવા માટે જાણીતા છે. તેઓ આરએસએસના પ્રચારક અને પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

આ રેસમાં મહિલા ઉમેદવાર પણ હોઈના નામ પર પણ વિચારણા થઈ શકે છે. એક અહેવાલ મુજબ ભાજપ અધ્યક્ષ સ્મૃતિ ઈરાનીને બનાવી શકે તેવી પણ ચર્ચો ચાલી રહી છે. જો કે, આ વાતની પુષ્ટિ ત્યારે જ થશે જ્યારે તે ખરેખર બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડાંગના ઢોંગીઆંબા અને બરડીપાડા ગામે લાકડાની ચોરી કરવા જઈ રહેલા શખ્સોને વનવિભાગે અટકાવતા કર્મચારીઓ પર હુમલો કર્યો
Next articleશ્રી મનસુખ માંડવિયાએ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો