Home દેશ - NATIONAL ભાગવતનો રામમંદિર પ્રેમ રાજકીય, હવે ભાજપનું “રામ નામ સત્ય” છે – તોગડિયા

ભાગવતનો રામમંદિર પ્રેમ રાજકીય, હવે ભાજપનું “રામ નામ સત્ય” છે – તોગડિયા

547
0

(જી.એન.એસ.) ગાંધીનગર તા.19
નાગપુરમાં વિજયાદશમી પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડામથક નાગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંઘના સુપ્રીમો મોહન ભાગવતે જણાવ્યું હતું કે કોઇ પણ રસ્તો અપનાવીને રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. આ માટે સરકારે કાયદો લાવવો જોઇએ.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્થાપક ડો. પ્રવીણ તોગડિયા પણ આ વાત કરતાં હતાં ત્યારે તેમને વિશ્વ હિન્દુ પરિષદ છોડવાની ફરજ પાડીને એકલાં કરી દેવાયા હતા. તેસમયે તોગડિયાએ રામ મંદિર, ગૌરક્ષા, કોમન સિવિલ કોડ, બાંગ્લાદેશી મુસ્લિમોના દેશ નિકાલ સહિતની માગ કરી રહ્યા હતા ત્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને VHP છોડવાની ફરજ પાડવામાં આવી હતીંં. હવે RSS પણ એજ કહ
રહ્યા છે.
તોગડિયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષી વીએચપી સાથે જોડાયેલો રહ્યો, અને તેનું કામ કરવા ગામેગામ ફરતો રહ્યો. આજે મને ધક્કા મારીને વીએચપીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મેં જે માંગો મૂકી છે તે મારી નથી. આ માગ હિંદુઓની છે, સંઘ તેમજ ભાજપની અને વીએચપીની જ છે. આ જ માંગો સંઘ અને ભાજપે જ વર્ષોથી મૂકી હતી. ભાજપ પર પ્રહાર કરતા તોગડિયાએ કહ્યું હતું કે, પૂર્ણ બહુમતની સરકાર બનશે ત્યારે આ તમામ માગો ચપટીમાં પૂરી થઈ જશે તેવા વચન આપવામાં આવ્યા હતા.
હું તો ચારથી રાહ જોતો બેઠો હતો કે ભાજપ આ માગો પૂરી કરશે. સરકાર પર સીધો આક્ષેપ કરતા તોગડિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ અને સંઘે જે નાના-નાના વેપારીઓ પાસેથી ફંડ મેળવીને સંગઠન ચલાવ્યું તે જ વેપારીઓને જીએસટીથી બરબાદ કરી નાખ્યા. તોગડિયાએ કહ્યું હતું કે, સરકારે વેપારીઓને ચોર માન્યા છે અને તેમની સાથે નમકહરામી કરી છે. વેપાર-ધંધાને બરબાદ કરી સરકારે કરોડો રોજગારીઓ પણ છીનવી છે. ચૂંટણી જીતવા હવે કોઈ જ રસ્તો રહેતો નથી ત્યારે ફરી એ જ રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા તોગડિયાએ ભાજપ પર વચન આપીને ફરી જવાનો આક્ષેપ કર્યો હતો. તોગડિયાએ કહ્યું હતું કે, હવે સરકાર રામ મંદિર માટે કાયદો બનાવવા તૈયાર ન હતા. તોગડિયાએ 100 કરોડ હિંદુઓનો અવાજ દબાવાઈ રહ્યો હોવાનો પણ આરોપ મૂક્યો હતો. હવે ભાજપ પાસે કોઈ માર્ગ રાજકીય રીતે બચ્યો નથી ત્યારે રામ મંદિર યાદ આવે છે. મારી મુળ વાત જ એ હતી કે રામ મંદિર બનાવવા સંસદમાં કાયદો બનાવવામાં આવે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ જાહેર કર્યું કે તેઓ ફરી રામ મંદિર માટે આંદોલન શરૂ કરશે. તેમણે જણાવ્યું કે તેઓ તેમના સમર્થકો સાથે લખનઉથી અયોધ્યા સુધી 21 ઑક્ટોબરથી કૂચ કરશે.
તોગડિયાએ વડાપ્રધાન પર આરોપ મૂક્યો કે તેમણે તેમના વચનો પૂરા નથી કર્યા. કરોડો લોકોને સાથે છળ કર્યું છે અને હવે તે લોકો અમારી સાથે છે. પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો કે ભાજપના ઘણા સાંસદ-વિધાનસભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ઘણા કાર્યકરો તેમની સાથે આ આંદોલનમાં છે. તેથી પણ ભાજપ અને સંધે નીતિ બદલવી પડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“બાપૂ”નો ભાજપને ઝટકો, અંતે મહેન્દ્રસિંહ વાઘેલાએ કેસરીયો ઉતાર્યો
Next article#MeToo : મહિલાઓની સુરક્ષા જરૂરી પણ તેની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખે મહિલા આયોગ