Home ગુજરાત ભાગડાવડા ગામે અજાણી મહિલા 4 વર્ષના એક બાળકને ઉપાડી છુમંતર

ભાગડાવડા ગામે અજાણી મહિલા 4 વર્ષના એક બાળકને ઉપાડી છુમંતર

17
0

પોલીસે એક મહિલા અને એક પુરુષને બાળક સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી

(જી.એન.એસ) વલસાડ,તા.૨૦

વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે આવેલ દાદિયા ફળિયા ખાતે આવેલ અંબા માતા પાસે બાળકો રમી રહ્યા હતા. જે દરમિયાન એ મહિલા દ્રારા 4 વર્ષના એક બાળકને લોભામણી લાલચ આપી ત્યાંથી ઉપાડીને લઈ ગઈ હતી ત્યારે બાળકને પિતાને પોતાનું બાળક ન મળતા પિતા દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન વલસાડના ધોબીતળાવ ખાતે સ્થાનિકોને એક મહિલા અને એક પુરુષ સાથે નાના બાળકને લઈ જઈ રહ્યા હતા. તેમના ઉપર શંકા જતા તેઓને ઉભા રાખી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યાનું સામે આવતા સ્થાનિકો દ્રારા બંનેને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ સીટી પોલીસની ટિમ સ્થળ પર પહોંચી બંને આરોપીની ધરપકડ કરી હતી. વલસાડના નજીકથી એક મહિલા અને એક પુરુષ 4 વર્ષના બાળકનું અપહરણ કરી જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિકોની જાગૃતાના કારણે બંનેની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા બંને દ્રારા બાળકનું અપહરણ કર્યાંનું સામે આવ્યું હતું. પોલીસ દ્રારા બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મહિલાના બાળકનું મૃત્યુ થતા મહિલા દ્રારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાથે મહિલા અને પુરુષ બંને એક મહિના પહેલા સુરત ખાતે મળ્યા હતા. મહિલાને તેના પતિ છોડીને જતો રહ્યો હતો અને જે બાદ મહિલાના બાળકનું મોત થતા મહિલા સુરત ખાતે આવી ભીખ માગવાનું કામ કરતી હતી અને પુરુષને તેના ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો અને પૃરુષ ફરતા ફરતા સુરત જતા મહિલા સાથે મુલાકાત થતા મહિલા અને પુરુષ એક સાથે રહેતા હતા. જે બાદ મહિલાને બાળકની જરૂર ઉભી થતા બાળકના અપહરણ કરવાનું વિચાર કર્યો હતો. વલસાડ પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા બંનેને બાળકની જરૂર હોવાના કારણે અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. પોલીસ દ્રારા બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત એસટી બસોનો કાયાકલ્પ : દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો
Next articleગુજરાત વિધાનસભા સત્રને અનુલક્ષીને મુખ્યમંત્રીનો – સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તા. ૨૯ ઓગસ્ટના ગુરૂવારે યોજાશે