Home ગુજરાત ભાઈ, ભાજપા, ઇન્ડિયા ગેટ પર જઈને ગણો કે વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ કોણ...

ભાઈ, ભાજપા, ઇન્ડિયા ગેટ પર જઈને ગણો કે વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ કોણ છે….?

227
0

(જીએનએસ: હર્ષદ કામદાર)
લોકોના મતોથી સ્પષ્ટ બહુમતી મેળવીને કેન્દ્ર સત્તા સ્થાને આરૂઢ ભાજપા પોતાને ગમતી પીપૂડી જુદાજુદા રાગમાં વગાડ્યા કરે છે. તો સામે વિરોધ પક્ષો પણ પીપૂડી ના સુર સામે વિવિધ રાગ આલાપે છે. આ બધા વચ્ચે ભારતના આમ પ્રજાનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. છતાં ભાજપા નેતાઓ પ્રજાના સળગતા પ્રશ્નોના નિકાલ કરવામા ઉણો ઉતર્યો છે. તો વિપક્ષો દેશમાં ફરી વળેલ મંદી, મોંઘવારી, બેરોજગારીના સળગતા પ્રશ્નો સીએએની સામેની લડત સાથે આ મુદ્દાઓ ઉઠાવતા નથી ત્યારે લાગે છે કે સત્તા ભૂખ્યા વરુઓ વચ્ચે આમ પ્રજા નું નિકંદન નીકળી રહ્યું છે……! આ બધા વચ્ચે આમ પ્રજાને સીએએ-એનપીઆરના વિરોધ વચ્ચે નોટ બંધી, આધાર સહિતના મુદ્દે વેઠવી પડેલી મુશ્કેલીઓ ઉજાગર થઈ ગઈ છે. તેની સાથે મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો પણ ઉમેરાઈ ગયો છે. કેન્દ્ર સરકારના એક પછી એક સમજ્યા વિચાર્યા વગરના નિર્ણયોથી દેશભરની પ્રજામાં આક્રોશ ફરી વળ્યો છે. કેન્દ્રની ભાજપા સરકાર દેશમાં સળગતા પ્રશ્નોનો આક્રોશ ઠારવા માટે સીએએ લાવી પરિણામે દેશભરના લોકોમા મોટા પ્રમાણમાં આક્રોશ ફરી વળ્યો છે.જે માટે દેશભરમાં વિરોધ ઉગ્ર બન્યો ત્યારે કેન્દ્ર સરકાર એનસીઆર કાયદો લાવી પરંતુ તેનાથી લોકો વધુ ભડકી ગયા. આમ છતા કેન્દ્ર સરકાર આ મુદ્દે પાછી હટવા માંગતી નથી એટલે લોકોને ગુમરાહ કરવા એનપીઆર લાવી અને તેમાંની કેટલીક જોગવાઇઓની વાત કરી. ખુદ શાસન કરતાં ભાજપા સરકારે રેલીઓ યોજી અને લોકો વિરોધ સામે પોતે લાવેલ એનપીઆર કાયદો સાચો છે તેવું ઠસાવવા પ્રયાસો કર્યા. પરંતુ આમ પ્રજાની જે સમજ છે તે ભુલવા તૈયાર નથી… અને પોતે જ સાચા છે તેવું આમ પ્રજા માની રહી છે….! ત્યારે ભાજપા માટે વિચારવાનો સમય આવી ગયો છે અને પ્રજામત સ્વીકારવો જ રહ્યો….!?
દેશભરમાં સીએએ-એનઆરસી મુદ્દે પ્રજા વિરોધ છે તે વાત ભાજપાએ સમજવાની જરૂર છે. વિરોધ પક્ષો આ પ્રશ્ને પ્રજાકીય લાભ લેવા કુદી પડ્યા છે કે વિપક્ષોને કારણે આ બાબતે વિરોધ થઈ રહ્યો છે. તેવું માનવાની કે સમજવાની જરૂર નથી…..! ખરેખર તો કેન્દ્ર સરકારે આમ પ્રજાને એનપીઆરની તમામ જોગવાઈઓની સ્પષ્ટ વિગતો આપવાની જરૂર છે. અને તો જ આમ પ્રજા એનપીઆર સમજી શકશે તેમા શરત એક જ છે કે તેમાં કોઈ છૂપી પ્રજાવિરોધી જોગવાઈ ન હોવી જોઈએ. આમ પ્રજા એવું માની રહી છે કે એનપીઆર જોગવાઈઓ અનુસાર માતા-પિતાની જન્મ તારીખ- જન્મ સ્થળ મૂળ વતન, પોતાનુ જન્મ સ્થળ-તારીખ, પત્નીની જન્મ તારીખ-જન્મ સ્થળ,તેના માતા-પિતાની જન્મતારીખ, જન્મસ્થળ અને વતન ઉપરાંત વેપાર- ધંધાની વિગતો, બાયોમેટ્રીક વિગતો, તેમજ પરિવારના વ્યક્તિ સાથેનો સંબંધ સહિતની વિગતો માગી છે. ત્યારે લોકોમાં સવાલ એવા ઉઠવા પામ્યા છે કે પહેલા-અગાઉની વસ્તી ગણતરીમાં પરિવારના સભ્યોના નામ ઉંમર અને અભ્યાસની નોંધ લેવામાં આવતી હતી. તો હવે તેમાં ફેરફાર કરી પરિવારજનોની ખાનગી વિગતો પણ માંગવામાં આવી છે. એ પ્રાઇવસીનો ભંગ છે. તો આજે જેના મા-બાપ હયાત નથી અને ઘણા સમય પહેલા ગુમાવ્યા છે. તો પત્નીના માતા-પિતા માટે પણ એવું જ હોય તો તેઓની જન્મ તારીખ, જન્મ સ્થળ વગેરેની વિગતો કઈ રીતે લાવવી……? ત્યારે આધારની નોંધ સરકાર પાસે છે જ પછી આવો કાયદો શા માટે…..? એટલા માટે જ લોકોની ગેરસમજ દૂર કરવા ખુદ કેન્દ્ર સરકારે રેલીઓ કાઢી દેખાવો કરવાને બદલે એનપીઆરની તમામ વિગતો સ્પષ્ટતાથી કરે અને એ પણ જે-તે રાજ્યના લોકો સમજી શકે તેમ. ત્યારે કેન્દ્ર સરકાર લોક સમજ માટે એનપીઆરની જોગવાઇઓની સ્પષ્ટતા કરવામાં કેમ અચકાય છે….?
દેશભરની પ્રજા મોંઘવારી-મંદી, બેરોજગારીથી પીડાઈ રહી છે ત્યારે દેશભરના લોકોનો સૌથી વધુ ઉપયોગ કરે છે તે રેલવેનું ખાનગીકરણ ન કરે તેમ જ જે ભાડા વધારો કરવા માગે છે કે કમર તોડી નાખે તેવો ન હોવો જોઈએ નહી તો પ્રજાને પડતા ઉપર પાટું જેવો ઘાટ થઈ જશે…..!આ પ્રજાકીય બોલ છે…. બાકી લોકો કહેતા થઈ ગયા છે કે જે શાસકો ધાર્મિક પ્રશ્નોને શાંત કરે તે દેશમાં શાન્તિ હોય છે તો જ્યાં સાચો પોતે ધાર્મિક પ્રશ્નો પેદા કરે તો સમજો કે દેશને ખોટા લોકો ચલાવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર સમજીને આમ પ્રજાની નજરમાં રાખી પ્રજા એટલે કે ભાજપ અને દેશના હિતમાં છે બાકી તો દિલ્હીના ઇન્ડીયા ગેટ ઉપર ટોટલ ૯૫ હજાર ત્રણસો સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ છે તેમાં મુસલમાન 103 ૯૫ લાખ એંસી 50 વર્ગના 14 80 દલિત 10 77 7 અને સવર્ણોએ 598 છે આ વાત સમજવા જેવી છે કે ભારતની આઝાદી માટે કોણે કયા સમાજે જાતિએ વધુ ભોગ આપ્યો હતો અને આ બાબત ના રાજનેતાઓ રાજકારણીઓએ સમજવાની જરૂર છે અને તો જ સાચા નિર્ણય પ્રજાહિતના નિર્ણય લઈ શકાય…..!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરાઈ
Next articleભાજપાને હરાવવા વિરોધ પક્ષોની જરૂર નહિ પડે…. ઘરમાં જ છે ને…..!!