Home ગુજરાત ભરૂચમાં મકાનના વેચાણના ૧૧.૫૦ લાખ મિત્રએ હડપી લીધા

ભરૂચમાં મકાનના વેચાણના ૧૧.૫૦ લાખ મિત્રએ હડપી લીધા

37
0

ભરૂચના મનુબર રોડ પર આવેલાં અહમદનગર ખાતે રહેતાં સાહિલ અલ્તાફ પટેલના માતા-પિતાના નામે વડોદરાના તાદલજા ખાતે આમેના પાર્કમાં બે પ્લોટ આવેલાં છે. જે તેમણે ૧૦ માર્ચના રોજ તાદલજાના જ મઘુરમા સસાયટીમાં રહેતાં સૈયદ અબ્દુલ રહેમાન અબ્દુલહૈને ૨૨.૫૦ લાખમાં વેચાણથી આપ્યાં હતાં. જેના બદલામાં સૈયદ અબ્દુલ રહેમાન અબ્દુલહૈને ૧૧ લાખ રૂપિયા રોકડા આપ્યાં હતાં.

જ્યારે બાકીના ૧૧.૫૦ લાખના ૪ ચેક આપ્યાં હતાં. જાેકે, તેમણે ચેક પર રકમ મેળવનારનું નામ લખ્યું ન હતી. તેમના ઘરમાં કોઇ વ્યક્તિ પાસે કરંટ એકાઉન્ટ ન હોઇ તેમણે તેમના મિત્ર અફઝલ ઇદ્રીશ બારીવાલાનો સંપર્ક કર્યો હતો. તેનું એસબીઆઇ બેન્કમાં કરંટ એકાઉન્ટ છે. તે તેના એકાઉન્ટમાં ચેક નાંખશે અને બે-ત્રણ દિવસ બાદ તે તેને રૂપિયા પરત આપી દેશે.

જેથી તેમણે ચેક આપતાં અફઝલે તેની એકાઉન્ટમાં ચેક નાંખી દીધાં બાદ તે ક્લિયર પણ થઇ ગયો હતો. જે બાદ તેણે પોતાના રૂપિયા માંગતાં અફઝલે પહેલાં હજી ચેક ક્લિયર થયો નથી તેમજ જણાવ્યું હતું બાદમાં એકાઉન્ટ ફ્રીજ થઇ ગયું છે વીસેક દિવસ લાગશે તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે, અફઝલે તેના રૂપિયા પોતાના ધંધામાં ઇન્વેસ્ટ કરી દીધાં છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડ્રગ્સ વેચતાં પકડાયેલી મહિલા ડોનનું ગેરકાયદે ઘર તોડી પાડ્યું
Next articleઅમરેલીમાં ગામમાં યુવાને ગાયને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી, ગૌરક્ષકોના રોષ બાદ પોલીસે શખ્સની કરી ધરપકડ