Home ગુજરાત ભરૂચમાં પતિએ પત્નીને ફટકારી, સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ

ભરૂચમાં પતિએ પત્નીને ફટકારી, સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ

35
0

ભરૂચ તાલુકાના દેત્રાલ ગામની પરણિતાને 10 મહિનાના લગ્નજીવનમાં સાસરિયાએ દહેજની માંગ કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. જેથી મહિલા પોલીસ મથક ખાતે સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ તાલુકાના ભૂવા ગામમાં રહેતી 20 વર્ષી યુવતીના સમાજના રીતિ-રિવાજ મુજબ ગત તારીખ-27-02-2022ના રોજ દેત્રાલ ગામના યુવક સાથે લગ્ન થયા હતા. દશ દિવસ સારી રીતે રાખ્યા બાદ પતિ, સાસુ અને સસરાએ પરિણીતાને તારા માતા-પિતાએ અમારી હેસિયત મુજબ દહેજ અને લગ્ન કરાવ્યા નથી કહીં ટોણાં મારતાં હતા અને પતિએ પરણિતાને ‘ મારે ઘર ખરીદવું છે તારા પપ્પાની જમીન વેચાઈ છે જેમાંથી 10 લાખ લઇ આવ’ તેમ કહેતો હતો.

રૂપિયા લાવવાનું ના કહેતા જ પતિ, પત્નીને મારઝૂડ કરી ‘ તું મારા લાયક નથી તું મને ગમતી નથી’ મારા માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા હોવાનું કહી માનસિક ત્રાસ આપતો હતો જ્યારે સાસુ તલાક આપવાનું કહેતી હતી. જે બાદ પરિણીતા ગર્ભવતી થતા તેને તે અંગે પતિને જાણ કરતા સાસરીયાઓએ તેને ભરૂચની હોસ્પિટલમાં લઇ જ્યાં ચેકઅપ કરાવ્યા બાદ ઘરે ગયા હતા અને બીજા દિવસે સાસુ-માસી સાથે ફરી દવાખાને આવતા તબીબે ઇન્જેક્શન આપ્યું હતું.

જે બાદ તેણીને પેટમાં દુઃખાવો થતા તેણીએ પતિને જાણ કરતા તેને ધ્યાન નહિ આપતા આ અંગે પરણિતાએ ફોઈને જાણ કરતા ફોઈ અને તેણીના માતા-પિતા લેવા આવ્યાં હતા અને અન્ય તબીબને બતાવતા તેઓએ ઇન્જેક્શનની આડ અસરને પગલે તેણીનું ગર્ભપાત થયું હોવાનું જણાવ્યું હતું. આ અંગે પરિણીતાએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છમાં ખેડૂતોએ પાકને પ્લાસ્ટિકના આવરણ લગાડી રક્ષિત કર્યા
Next articleદ્વારકામાં સગાઈ તૂટી જતા પરપ્રાંતીય યુવાને જિંદગી ટૂંકાવી, બીજી બાજુ એક યુવાને આપઘાત કર્યો