ભરૂચ જિલ્લાની 1400 જેટલી મિલકત વક્ફે પોતાની ગણાવી દીધી
(જી.એન.એસ) ભરૂચ,તા.૧૮
દેશમાં છેલ્લા કેટલાક સમયથી વક્ફ કાયદાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. વક્ફ કાયદાથી ખોટી રીતે સંપત્તિઓ હડફ કરી લેવાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભરૂચમાં એક એવી ઘટના બની સામે આવી કે જેના કારણે ફરી એકવાર વક્ફ કાયદા સામે સવાલો ઉભા થયા છે. ઐતિહાસિક વ્યાયામ શાળા વક્ફ બોર્ડે પોતાની સંપત્તિ ગણાવતા હિન્દુ સંગઠનો આકરા પાણીએ થયા છે. આ છે એ ઐતિહાસિક જગ્યા જ્યાં શહેરના અનેક યુવાઓએ પોતાનું બાળપણ વિતાવ્યું છે. જાતભાતની અનેક રમતો રમી છે. શહેરના સૌથી ઉંમરના વૃદ્ધને પૂછો તો તે સડસડાટ આ વ્યાયામ શાળાનો આખો ઈતિહાસ બોલી જાય. ભરૂચમાં આવેલી આ વ્યાયામ શાળામાં અનેક યુવાઓ અંગ કસરતના દાવ કરે છે અને ક્રિકેટ સહિત અનેક રમતો રમીને શરીરને મજબૂત રાખવાનો પ્રયાસ કરે છે પણ આ વ્યાયામ શાળા પર હવે વક્ફ બોર્ડે દાવો ઠોકી દીધો છે. ખોટી રીતે કરવામાં આવેલા આ દાવાથી હાહાકાર મચી ગયો છે. વક્ફ બોર્ડે પોતાની વેબસાઈટ પર બટુકનાથ વ્યાયામ શાળાને પોતાની મિલકત ગણાવતાં હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે. વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓએ આ મામલે આકરો વિરોધ કર્યો છે. વક્ફ બોર્ડની વેબસાઈટમાં એકલી બટુકનાથ વ્યાયામ શાળા જ નહીં પરંતુ ભરૂચ જિલ્લાની 1400 જેટલી મિલકત વક્ફે પોતાની ગણાવી દીધી છે. પોતાની વેબસાઈટમાં અલગ અલગ અનેક મિલકતો પર વક્ફે દાવો ઠોકી દેતાં સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. તો વક્ફના દાવાનો ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વાસાવા આકરો વિરોધ કર્યો છે. વસાવાએ ખાતરી આપી છે કે, એ વિરોધ કર્યો છે અને કલેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ અને બીજા ધારાસભ્યો સાથે મળીને આ વિષય પર ઉચિત તપાસ કરાવીશું તેવી ખાતરી આપી છે. જે વક્ફ બિલનો વિરોધ સંસદની અંદર જોરશોરથી કોંગ્રેસે કર્યો હતો. તે જ કોંગ્રેસ પાર્ટીનું ભરૂચની ઘટના પર નિવેદન લેવાનો અમે પ્રયાસ કર્યો પરંતુ ગુજરાત કોંગ્રેસના એક પણ નેતા કંઈ બોલવા તૈયાર થયા ન હતા. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓએ નિવેદન આપવામાં ગોળગોળ વાતો કરી હતી. વક્ફ એક્ટ મામલે કોંગ્રેસના સ્ટેન્ડથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વક્ફ એક્ટમાં વક્ફ બોર્ડની કેટલીક એવી સત્તાઓ આપવામાં આવી છે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. પ્રધાનમંત્રી નહેરુના સમયગાળામાં બનેલો આ કાયદો વર્ષોથી વિવાદમાં રહ્યો છે પરંતુ કોઈએ તેને કાઢવાની હિંમત કરી નથી. હા મોદી સરકારે થોડી હિંમત દાખવી પરંતુ આકરા વિરોધને કારણે બિલને JPC કમિટી પાસે મોકલવામાં આવ્યું છે. ભરૂચની ઘટના પર આગળ શું થાય છે તે જોવું રહ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.