ભરૂચના નર્મદા બ્રિજ નીચેથી સ્ટેટ મોનિટરીંગ સેલે જુગાર રમતા 8 જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 29 હજાર અને 2 વાહનો તેમજ 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન જુગાર અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચના નર્મદા બ્રિજ નીચે ખુલ્લામાં લીમડી ચોક કુંભારિયા ઢોળાવમાં રહેતો જુગારી ફિરોઝખાન કાસમખાન પઠાણ અન્ય માણસો રાખી વરલી મટકાનો જુગારધામ ચલાવે છે. તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા 29 હજાર અને 2 વાહનો તેમજ 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર ફિરોઝ પઠાણ, સમીર યાસીન દિવાન, હિનલકુમાર લલિત પટેલ અને શહેઝાદ અકીલ પઠાણ, અનિલ વસાવા સહિત આઠ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.