(જી.એન.એસ) તા. 6
ભરૂચ,
અંકલેશ્વર GIDCમાં ATSનું ચેકિંગ હાથ ધરાયુ. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGની રેડ પડી. દવા બનાવવા માટે વપરાતા ડ્રગની તપાસ કરાઈ. પ્લાન્ટમાંથી નશીલા પદાર્થો ઝડપાયા છે. કંપનીમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. કંપનીમાં એજન્સી સિવાયના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો. કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો છે.
ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું છે. બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટિરીયલ મોટી માત્રામાં ઝડપાયું હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટનાને પગલે ATS પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે. ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટરિયલ મળી આવ્યુ છે. આ અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશિલા પદાર્થનું રો મટરિયલ મળી આવ્યુ હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.