Home ગુજરાત ભરશિયાળે વરસાદ, અમદાવાદમાં ધોળા દિવસે અંધારપટ છવાયો

ભરશિયાળે વરસાદ, અમદાવાદમાં ધોળા દિવસે અંધારપટ છવાયો

26
0

હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

(જી.એન.એસ),તા.૨૬

અમદાવાદ

આખા ગુજરાતની સાથે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. એકાએક અંધારપટ છવાયો છે. અમદાવાદમાં આકાશમાં ચારેતરફ કાળાડિંબાગ વાદળોએ જમાવટ કરી છે. અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. અમદાવાદમાં અંધારપટ છવાતા વિઝિબિલિટી ઘટી છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદનું આગમન થયું છે. હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ સહીત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે વ્યાપક વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે. તેથી માછીમારોને હાલ દરિયાકાંઠે ન જવા અપીલ કરાઈ છે. 

ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. નડિયાદ, મહુધા, મહેમદાવાદ, માતર, કપડવંજ, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર, ડાકોર સહિત તમામ તાલુકામાં કમોસમી વરસાદ છે. વરસાદ થતાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. લોકો કમોસમી વરસાદ પડતા બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. સમગ્ર ખેડા જિલ્લાના તમામ તાલુકા માં વરસાદ પડતાં ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે ,જિલ્લાના સરહદી પંથક વાવ, થરાદ,સુઇગામ, ભાભર સહિત કાંકરેજ અને ધાનેરામાં કમોસમી વરસાદ વરસ્યો છે તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુર, ડીસા,દાંતીવાડા, વડગામ પંથકમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે.જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્યાંક ભારે પવન સાથે તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.ભર શિયાળે કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો હવામાન વિભાગની અગાહીના પગલે તંત્ર દ્વારા જિલ્લાના માર્કેટયાર્ડને સાવચેત રહેવાની અને માલ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તાકીદ કરાઈ છે તો ખેડૂતોને પણ હાલ પૂરતો પોતાનો માલ માર્કેટયાર્ડમાં ન લાવવા અપીલ કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી પરીક્રમા કરવાં ગયેલાં ભાવિકોને હાલાકી
Next articleકમોસમી વરસાદમાં વીજળી પડતાં 8 લોકોનાં મોત