Home ગુજરાત ભયંકર ગરમી બની મોતનું કારણ

ભયંકર ગરમી બની મોતનું કારણ

20
0

(જી.એન.એસ) તા.૨૦

વડોદરા,

ગુજરાતભરમાં હીટવેવની આગાહીના પગલે દરેક જિલ્લાઓમાં આકાશમાંથી આગ વરસતી હોય તેવી ભયાનાક સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી.

ઉનાળાની આકરી ગરમી વડોદરાવાસીઓ માટે જીવલેણ સાબિત થઇ રહી હોય તેવા આઘાતજનક સમાચાર સામે આવ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો દાવો છે કે છેલ્લા 24 કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા ડૉ.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડૉ.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે 800 મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.

વડોદરામાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી છે.હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જો કે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યાં છે.

ગુજરાતના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયુ છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગઈકાલે સવારના સાત વાગ્યાથી જ તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર નોંધાયો હતો. જો કે અનેક શહેરોમાં મોડી રાત સુધી ગરમ પવન ફૂંકાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત
Next articleસિંગાપોરમાં કોરોના ના કેસ વધવાથી લોકોમાં ભયનો માહોલ