Home ગુજરાત કચ્છ ભચાઉના ધોળાવિરા વિસ્તારમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભચાઉના ધોળાવિરા વિસ્તારમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

30
0

(જી.એન.એસ) તા. 26

ભચાઉ,

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉના ધોળાવિરા વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. સાંજે લગભગ 4.41 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે, આંચકાથી અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર નથી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ધોળાવીરાથી 100 કિમી દૂર પાકિસ્તાન પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જો કે, સદનસીબે આ ભૂકંપનાં કારણે અત્યાર સુધી કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

અગાઉ  પણ ઘણી વખત કચ્છની ધરાં ભૂકંપના કારણે ધ્રૂજી ચૂકી છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 4.45 નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાનની બોર્ડર તરફ નોંધ્યો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકો ખુલી જગ્યામાં દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે કોઈ મોટું નુકસાન થયું નહોતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાપી જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
Next articleલોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે : I.N.D.I.A ગઠબંધન બેઠકમાં નિર્ણય લેવાયો