Home દુનિયા ભગવાન રામના ભવ્ય મંદિરથી નેપાળના લોકો પણ ખુશ : વડાપ્રધાન મોદી

ભગવાન રામના ભવ્ય મંદિરથી નેપાળના લોકો પણ ખુશ : વડાપ્રધાન મોદી

61
0

(જી.એન.એસ),તા.૧૭
કાઠમંડુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસે છે. તેમણે ભગવાન ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સાથે સોમવારે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ નવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા અને વર્તમાન સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ પીએમ મોદી બુદ્ધ જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં પહોંચ્યા. આ તકે તેમણે કહ્યુ કે, મને પહેલા પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ સાથે જાેડાયેલા દિવ્ય સ્થળો, તેમની સાથે જાેડાયેલા આયોજનોમાં જવાનો અવસર મળતોરહ્યો છે. આજે ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પીએમ મોદીએ કહ્યુ કે માયાદેવી મંદિરમાં દર્શનનો જે અવસર મને મળ્યો, તે મારા માટે અવિસ્મરણીય છે. જે જગ્યા, જ્યાં સ્વયં ભગવાન બુદ્ધે જન્મ લીધો હોય, ત્યાંની ઉર્જા, ત્યાંની ચેતના, એક અલગ અનુભવ છે. તેમણે કહ્યું કે, જનકપુરમાં મેં કહ્યુ હતું કે નેપાળ વગર અમારા રામ પણ અધૂરા છે. મને ખ્યાલ છે કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ એટલા ખુશ છે. ભારત-નેપાળના સંબંધો પર પીએમ મોદીએ કહ્યુ- આજે જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિ બની રહી છે, તેમાં નેપાળ અને ભારતની સતત મજબૂત થતી મિત્રતા, અમારી ઘનિષ્ઠતા, સંપૂર્ણ માનવતાના હિતનું કામ કરશે. તેમણે કહ્યું- નેપાળમાં લુમ્બિની મ્યૂઝિયમનું નિર્માણ બે દેશોના સંયુક્ત સહયોગનું ઉદાહરણ છે. આજે અમે લુમ્બિની મ્ેઙ્ઘઙ્ઘરૈજં ેંહૈદૃીજિૈંઅ માં ડો. આંબેડકર ઝ્રરટ્ર્ઠૈિ કિ મ્ેઙ્ઘઙ્ઘરૈજં જીંેઙ્ઘૈીજ સ્થાપિત કરવાનો ર્નિણય લીધો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- વૈશાખ પૂર્ણિમાના દિવસે લુમ્બિનીમાં સિદ્ધાર્થના રૂપમાં બુદ્ધનો જન્મ થયો. આ દિવસે બોધગયામાં બોધ પ્રાપ્ત કરી ભગવાન બુદ્ધ બન્યા. આ દિવસે કુશીનગરમાં તેમનું મહાપરિનિર્માણ થયું. એક તિથિ, એક જ વૈશાખ પૂર્ણિમા પર ભગવાન બુદ્ધની જીવન યાત્રાના આ પડાવ માત્ર સંયોગ માત્ર નહોતો. તેમાં બુદ્ધત્વનો તે દાર્શનિક સંદેશ પણ છે, જેમાં જીવન, જ્ઞાન અને નિર્વાણ ત્રણેય એક સાથે છે. નેપાળના પ્રધાનમંત્રીના નિમંત્રણ પર પીએમ મોદી બુદ્ધ પૂર્ણિમા લુમ્બિની પહોંચ્યા હતા. તેમણે અહીં માયા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ દેઉબા સાથે મુલાકાત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડોક્ટર સ્ટ્રેન્જની અભિનેત્રી ઝારાને કોર્ટે ફટકારી કડક સજા
Next articleઉત્તર કોરિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે