Home મધ્ય ગુજરાત અમદાવાદ બ્રિજને નવા બનાવવાની કામગીરીના ભાગરૂપે સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ, વાહનચાલકો...

બ્રિજને નવા બનાવવાની કામગીરીના ભાગરૂપે સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ, વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ

3
0

(જી.એન.એસ) તા.૩૧

અમદાવાદ,

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ સારંગપુર બ્રિજ 1.5 વર્ષ માટે બંધ કરવામાં આવશે. અમદાવાદ શહેરના સારંગપુર બ્રિજને નવા બનાવવાની કામગીરીના ભાગરૂપે આગામી દોઢ વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગની વિગત આશરે ૨૦૦ મીટર જેટલી લંબાઈ વાળો સારંગપુર બ્રીજ બન્ને છેડાથી વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.૧. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઈ એપરલ પાર્ક થઈ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે. ૨. ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાકિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઈ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સહેલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાતી. ૩. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ 4 રસ્તાથી ન્યુ કોટન 4 રસ્તા થઈ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઈ કાંકરીયા ગીતામંદીર થઈ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકશે. ૪. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન 4 રસ્તા થઈ ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રીજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે. સારંગપુર બ્રિજ બંધ થવાથી શહેરના સારંગપુર આજુબાજુના વિસ્તારમાં વાહન વ્યવહાર પર નોંધપાત્ર અસર પડશે. આથી, અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોની ભીડ વધવાની શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનરે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field