Home ગુજરાત બ્રાહ્મણોનો રણટંકાર- કુંડળી બનાવતા આવડે છે તો બગાડતા પણ આવડે છે

બ્રાહ્મણોનો રણટંકાર- કુંડળી બનાવતા આવડે છે તો બગાડતા પણ આવડે છે

5762
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.29
ગાંધીનગર ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરને બ્રાહ્મણ ગણાવતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર બ્રહ્મ સમાજમાં પડ્યાં છે. હિમાંશુ ભટ્ટ નામના એક અગ્રણીએ સોશ્યલ મીડિયામાં તેમની ટીકા કરીને એવું અવલોકરન કર્યું કે ભાટાઈની હદ હોય, કાળઝાળ ગરમીમાં અધ્યક્ષ ત્રિવેદીનું ચિત્તભ્રમ થઈ ગયું છે. જો તેઓ બ્રહ્મ સમાજની માફી નહીં માંગે તો જલદ આંદોલન શરૂ કરવામાં આવશે. જ્યારે એક અન્ય પોસ્ટમાં તેમને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે ભૂદેવ છીએ કુંડળી બનાવતા પણ આવડે છે અને બગાડતા પણ આવડે છે. આમ અધ્યક્ષના વિવાદાસ્પદ ઉચ્ચારણોના એવા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે કે જો તેઓ આ મુદ્દે માફી નહીં માંગે તો ગુજરાતમાં બ્રહ્મ સમાજ આંદોલન કરી શકે છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં અધ્યક્ષ ત્રિવેદીએ પોતે બ્રાહ્મણ હોવાનું ગર્વ છે એવું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બ્રાહ્મણ ગણાવ્યા અને ક્ષત્રિય સમાજની ધરમૂળથી વ્યાખ્યા જ બદલી નાખી છે. દલિત, બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજમાં ધીમે ધીમે તેના પ્રત્યાઘાતો બહાર આવી રહ્યાં છે. જેમાં જામનગરના શાસ્ત્રી હિમાંશુ ભટ્ટે ત્રિવેદીના સંદર્ભમાં જણાવ્યું કે આ નિવેદનથી એમ સમજાય છે કે ભાજપની વર્ગ વિગ્રહની જૂની નીતિ છે. અધ્યક્ષને પોતાની જ્ઞાતિ બદલવી હોય તો ભલે બદલે પણ બ્રાહ્મણોનું અપમાન શા માટે એમ કહીને તેમણે કહ્યું કે અધ્યક્ષે ત્રણ સમાજને નિશાન બનાવ્યા પણ વૈશ્ય સમાજને જાણી જોઈને ભૂલી ગયા છે. જો તેઓ સમસ્ત બ્રહ્મ સમાજની માફી નહીં માંગે તો જલદ આંદોલનની તૈયારી કરવી પડશે. જનફરિયાદના પ્રદિપ રાવલ દ્વારા ટીકા કરીને કહેવામાં આવ્યું કે અધ્યક્ષમાં વધુ પડતું જ્ઞાન છલકાતું હોય તો તેઓ ભાજપના કાર્યકરો વચ્ચે વહેંતે પણ બ્રહ્મ સમાજને નીચુ જોવું પડે એવું બુદ્ધિનું પ્રદર્શન ન કરે. મોદી કે આંબેડકરને બ્રહ્મ સંસ્કારો કે બ્રહ્મ સંસ્કૃતિ સાથે સ્નાનસૂતકનો કોઈ સંબંધ નથી. વોટ બેન્કની ભીખ ખાતર સમાજનું હળહળતું અપમાન સહન કરવામાં નહીં આવે. આ ઉપરાંત વીમલ પંડ્યા, રાજેન્દ્ર આચાર્ય, ભાવિન ભટ્ટ વગેરે દ્વારા ટીકા ટિપ્પણ કરીને ચીમકી આપવામાં આવી કે ભૂદેવ છીએ યાદ રાખજો, કુંડળી બનાવતા પણ આવડે છે અને બગાડતા પણ આવડે છે. વીરપાલ નાગોરી દ્વારા એમ પોસ્ટ મુકવામાં આવી કે રાજેન્દ્ર ત્રિવેદીના બ્રાહ્મણ હોવા અંગે શંકા હોઈ શકે છે. આ તમામ બ્રહ્મ સમાજના લોકોએ એક બીજાની ટીકા ટિપ્પણી કરવાને બદલે અધ્યક્ષની સામે આંદોલન કરવા આહ્વાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે અધ્યક્ષ જે રીતે મુખ્યમંત્રીની હાજરીમાં બોલ્યા છે તેમાં મુખ્યમંત્રીની પણ જવાબદારી થાય છે. તેમણે અધ્યક્ષને એ જ વખતે ટોકવાની જરૂર હતી. એવો સૂર નિકળે છે કે સમગ્ર બ્રાહ્મણો આ મુદ્દે એક થઈને તેનો વિરોધ કરવો પડશે નહીંતર આજે એવી વ્યક્તિને બ્રાહ્મણ ગણાવ્યામાં આવ્યા કે જેઓ સમસ્ત જીવન જાતિવાદની સામે લડતા રહ્યા એટલું જ નહીં જેઓ પોતાને ઓબીસી અને પછાતવર્ગના કહીને ચૂંટણીમાં વોટ માંગે છે તેવા મોદીને પણ બ્રાહ્મણ ગણાવીને તેમનો પણ હળહળતું અપમાન કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંબેડકર અને મોદી બન્ને બ્રાહ્મણ અને શક્તિશાળી હોય તે બધા ક્ષત્રિય..ઃ રાજ્ન્દ્ર ત્રિવેદી
Next articleમોદીજી કરમસદની નહીં સરદારની આબરુનો સવાલ છે….!