Home મનોરંજન - Entertainment બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં રણબીર સાથે રાજામૌલિ અને નાગાર્જુન જાેડાયા

બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં રણબીર સાથે રાજામૌલિ અને નાગાર્જુન જાેડાયા

42
0

બોલિવૂડની બિગ બજેટ ફિલ્મો પાછલા કેટલાક સમયથી ઊંધા માથે પછડાઈ રહી છે. બોયકોટ બોલિવૂડના ટ્રેન્ડ સામે અક્ષય અને આમિર જેવા સ્ટાર્સ પણ બિનઅસરકારક રહ્યા છે. હવે બોલિવૂડની નજર રણબીર-આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર મંડાયેલી છે. પાછલા કેટલાક સમયથી સાઉથની ફિલ્મો હિન્દી ઓડિયન્સને ઈમ્પ્રેસ કરી રહી છે ત્યારે બ્રહ્માસ્ત્રમાં સાઉથના ઓડિયન્સનું વશીકરણ કરવાનો પ્રયાસ થયો છે. બ્રહ્માસ્ત્રના મેકર્સે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવા માટે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજાે સાથે હાથ મિલાવ્યા છે. તેના કારણે નાગાર્જુન અને રાજામૌલિ પણ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરવા મચી પડ્યા છે.  ફિલ્મના પ્રમોશન માટે રણબીર કપૂરે ચેન્નાઈની મુલાકાત લીધી હતી અને તેની સાથે નાગાર્જુન તથા એસ.એસ. રાજામૌલિ પણ જાેડાયા હતા. ઢોલ-નગારા સાથે તેમનનું વેલકમ થયું હતું. બાદમાં ત્રણેયે સાઉથ ઈન્ડિયન ફૂડ ડિશ આરોગી હતી અને પ્રમોશનલ ઈવેન્ટમાં જાેડાયા હતા. બ્રહ્માસ્ત્રમાં રણબીરનો લીડ રોલ છે અને નાગાર્જુને આર્કિયોલોજિસ્ટનો રોલ કર્યો છે. ફિલ્મને તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રજૂ કરવાના રાઈટ્‌સ રાજામૌલિએ લીધા છે. આ ફિલ્મ સાથે નાગાર્જુન બે દાયકા બાદ હિન્દી સિનેમામાં કમબેક કરી રહ્યા છે. શરૂઆતમાં નાગાર્જુનની ઈચ્છા માત્ર કેમિયો કરવાની જ હતી, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ અને પ્રારંભિક શૂટ જાેયા બાદ મોટો રોલ કરવા તે તૈયાર થઈ ગયા હતા.આ ફિલ્મથી આલિયા અને રણબીર પહેલી વાર સ્ક્રિન શેર કરી રહ્યા છે. તેમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્ત્વના રોલમાં છે. ૯મી સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે તેને હિન્દી બેલ્ટ ઉપરાંત સાઉથમાં હિટ બનાવવા માટે મેકર્સ પ્રયાસ કરી રહ્યા છે. 

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field