(GNS),02
બોલિવૂડ ફિલ્મોની સ્ટોરી હંમેશા ફેન્સને કોઈને કોઈ સંદેશ આપતી જોવા મળે છે. ફિલ્મોમાં ઘણાં સંબંધો તૂટે છે તો ઘણાં જોડાય છે. ફિલ્મોની સ્ટોરી સુધી તો આ બધું સારુ લાગે છે, પરંતુ જ્યારે વાત અસલ જિંદગીની આવે છે તો આવા સંબંધોમાં જીવવું લોકોની પરેશાનનું કારણ બનવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની એક એક્ટ્રેસ છે, જે આજે ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ પડદા પર તેમના ભજવેલા પાત્રો માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. આ એક્ટ્રેસના લગ્ન એક-બે નહીં પરંતુ 6 વાર તૂટ્યાં છે. સાતમીવાર ઘર વસ્યું પરંતુ, પતિ સાથે સૌતન પણ મળી. ફિલ્મોને સાઇન કરતા પહેલા ખૂબ જ ચૂઝી દેખાતી કલાકાર, અસલ જિંદગીમાં કેટલું એડજસ્ટમેન્ટ કરે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ ફિલ્મ ‘રામ-લખન’માં કામ કરનારી એક્ટ્રેસ છે..
તમને જણાવીએ કે કોણ છે આ એક્ટ્રેસ, જે આજે પોતાની સૌતનની સાથે બહેનપણી બનીને અને સોતેલા બાળકોની સાથે ખુશી-ખુશી એક જ ઘરમાં જીવન જીવી રહી છે. ‘રામ-લખન’, ‘તૂ નાગિન મે સપેરા’, ‘કોન કરે કુર્બાની’, ‘મેં ઔર તુમ’, ‘કચ્ચી કલી’ જેવી ઘણી ફિલ્મમાં જોવા મળી ચુકી આ એક્ટ્રેસ છે સોનિકા ગિલ. ફિલ્મ ‘રામ-લખન’માં વિવિયાનું પાત્ર ભજવનારી સોનિકાની લાઈફ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. જાણો તેની બોલિવૂડમાં એન્ટ્રી કેવી રીતે થઈ, તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, કેમ તેણીએ અચાનક ફિલ્મોમાં કામ કરવાનું મુકી દીધું. સુભાષ ઘઈ શું તેને ખરેખર ખિજાયા હતાં. આ તમામ મુદ્દા પર એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં ચુપ્પી તોડી અને સત્ય જણાવ્યુ હતું..
સોનિકા ગિલ દિલ્હીની રહેવાસી છે. દિલ્હીની સરકારી સ્કૂલથી તેઓએ સાથે અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેણી સ્ટેજ પરફોમેન્સ કરતી હતી. લૈલા ફિલ્મની કાસ્ટિંગ દરમિયાન સાવન કુમાર એકવાર દિલ્હી આવ્યો હતો, ત્યારે તેની નજર સોનિકા ગિલ પર પડી, જ્યાર બાદ તેનું ઓડિશન લીધુ પરંતુ, ઈચ્છીને પણ તેને પોતાની ફિલ્મ માટે કાસ્ટ ન કરી શકે. ત્યારબાદ જ તે મુંબઈ શિફ્ટ થઈ અને સ્ટ્રગલની કહાણી શરુ થઈ ગઈ. તેણે કહ્યું કે તે સમય દરમિયાન ફક્ત ચહેરાના દમ પર હિરોઈન નહતાં બની શકતાં. એક એક્ટ્રેસને ગુડ લુકિંગ હોવાની સાથે-સાથે ડાન્સિંગ, એક્ટિંગ જેવી કલાઓમાં પણ મહારથ હાંસલ કરવી પડતી..
એક્ટ્રેસે જણાવ્યું કે જ્યારે હું ખૂબ જ નાની હતી, તો પિતા મારી મમ્મીને છોડીને લંડન શિફ્ટ થઈ ગયાં. એક્ટ્રેસે કહ્યું મે મમ્મીને બાળપણથી કામ કરતા જોઈ છે. તેથી બસ મનમાં હતું કે મમ્મી માટે કંઈક કરવું છે અને પિતાને કંઈક બનીને બતાવવું છે. તેણીએ જણાવ્યું કે તેથી હું મારા નામની આગળ મારા પિતાનું નહીં માતાનું નામ લખાવું છું. સુભાષ ઘઈની ફિલ્મ મળવાનો એક્સપીરિયન્સ પણ તેણે શેર કર્યો. એક્ટ્રેસે જણાવ્યું કે જ્યારે હું તેમને મળી તો મને નહતી ખબર કે હું સુભાષ ઘઈને મળવાની છું. તેણે કહ્યું કે 5 દિવસ બાદ મારા ઘરે તમે મળો. એક્ટ્રેસે જણાવ્યું કે આ સાંભળીને તે એટલી એક્સાઇટેડ થઈ હઈ કે 5 દિવસ 5 મહિના જેવા લાગવા લાગ્યા હતાં. એક્ટ્રેસે આગળ જણાવ્યું કે દિવસ પસાર કર્યા બાદ તે સુભાષ ઘઈના ઘરે ગઈ અને ત્રણ ફિલ્મ સાઈન કરી..
પોતાના લગ્ન વિશે સોનિકા ગિલે ખુલીને વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે તેના લગ્ન 6 વાર તૂટ્યા છે. 6 વાર લગ્ન નક્કી થયાં, પરંતુ કોઈને કોઈ કારણે તે તૂટી ગયાં. 7મી વારમાં તેનું ઘર વસ્યું. તેણે જણાવ્યું કે કોઈ પંડિતે જણાવ્યું કે હું માંગલિક છું. 6 વાર લગ્ન તૂટ્યાં તો ઘરમાં પૂજા થઈ અને બાદમાં 7મી વારમાં સફળતાપૂર્વક લગ્ન મિતેશ રુગાની સાથે થયાં, જે એક બિલ્ડર અને બિઝનેસમેન છે. તેણે કહ્યું કે હું વિચારતી હતી કે મારા લગ્ન નહીં થાય, કારણકે અમુક મામલે હું ચુઝી છું. મને વિશ્વાસ નહતો, પરંતુ મમ્મીના નિધનના 1 વર્ષ બાદ મારા લગ્ન થઈ ગયાં. આજે સોનિકા ગિલ 4 દીકરીની માતા છે, જે તેના દિલની ખૂબ જ નજીક છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતું કે મારા બે દીકરા પણ છે. મોટો 22 વર્ષનો છે, નાનો 14 વર્ષનો છે. એક્ટ્રેસે જણાવ્યું કે દીકરો મિતેશ પહેલી પત્નીનો છે અને આજે અમે બધાં એક જ ઘરમાં સાથે રહીએ છીએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.