Home મનોરંજન - Entertainment બોલીવુડ એક્ટર દલીપ તાહિલને ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં 2 મહિનાની જેલની સજા...

બોલીવુડ એક્ટર દલીપ તાહિલને ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં 2 મહિનાની જેલની સજા થઇ

39
0

(GNS),22

બોલીવુડ એક્ટર દલીપ તાહિલને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. દલીપ તાહિલને ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં 2 મહિનાની જેલની સજા થઈ ગઈ છે. આ કેસ વર્ષ 2018નો છે. દલીપ નશામાં ધૂત થઈને એક ઓટોને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ ગઈ હતી. આ કેસમાં 5 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટ્સ અનુસાર, પુરાવા પર વિશ્વાસ કરતા કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. ડોક્ટર્સના રિપોર્ટમાં દારુની ગંધ, એક્ટર યોગ્ય રીતે ચાલી શકતો નહોતો. સારી રીતે બોલી પણ શકતો નહોતો. મજિસ્ટ્રેટે આ તમામ પુરાવાને ધ્યાને રાખતા દલીપ તાહિલને દોષિત ઠેરવતા બે મહિનાની જેલની સજા ફટકારી છે..

આ આખો કેસ વર્ષ 2018નો છે. એટલે કે આજથી 5 વર્ષ પહેલાનો આ કેસ છે. તે સમયે એક્ટરને મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. એક્ટર પર નશામાં ગાડી ચલાવવા અને કારથી એક ઓટોને ટક્કર મારવાનો આરોપ હતો. આ દુર્ઘટનામાં ઓટોમાં સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ કેસ ચાલતો રહ્યો, પણ એક્ટર જામીન પર છુટી ગયો. હવે આ કેસમાં ચુકાદો આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દલીપ ઓટોને ટક્કર માર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. દલીપ તાહિલ બોલીવુડમાં કેટલાય વર્ષોથી કામ કર છે. મોટા ભાગની ફિલ્મોમાં વિલેનની ભૂમિકામાં જોવા મળ્યા છે. દલીપ તાહિલની ફિલ્મોની વાત કરીએ તો, તેમાં બાઝીગર, કયામત સે કયામત તક, રાજા, આખિરી રાસ્તા, દૌલત કી જંગ અને કહોના પ્યાર હૈ સામેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગણપત ફિલ્મ વિષે લોકોએ કહ્યું કે “ફિલ્મમાં એક્શન તો ભરપુર છે પણ…”
Next articleસિંગર હંસરાજ રઘુવંશીએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ