Home મનોરંજન - Entertainment બોલીવુડના કલાકાર ઉર્મિલા માતોડકર અને પ્રકાશ રાજે ઉદ્વવ ઠાકરેના સમર્થનમાં આવ્યા

બોલીવુડના કલાકાર ઉર્મિલા માતોડકર અને પ્રકાશ રાજે ઉદ્વવ ઠાકરેના સમર્થનમાં આવ્યા

55
0

(જી.એન.એસ),તા.૦૨
મુંબઈ


મહારાષ્ટ્રનાં ૨૦માં મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લેતા લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ઉખાણાંનો જવાબ મળી ગયો છે. મહારાષ્ટ્રમાં થયેલાં આ સત્તા પરિવર્તનમાં લોકોએ બંને પક્ષનો અનુકૂળતા મુજબ સમર્થન અને વિરોધ કર્યો. એવામાં બુધવાર રાત્રે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં આપણાં ભારતીય સિનેમા સાથે જાેડાયેલા કેટલાક પ્રખ્યાત ચહેરાઓએ પણ તેમનું સમર્થન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેની પ્રશંસા કરનારા લોકોમાં અભિનેતા પ્રકાશ રાજનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ઠાકરેએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાનો ર્નિણય લીધો, બાદ તરત જ પ્રકાશ રાજે તેમના પક્ષમાં એક ટિ્‌વટ કર્યું હતું. હાલમાં જ આવેલી ફિલ્મ ‘મેજર’માં આદિવી શેષના પિતાની ભૂમિકા ભજવનાર પ્રકાશ રાજે પોતાના ટ્‌વીટમાં લખ્યું, ‘સર ઉદ્ધવ ઠાકરે તમે ખૂબ સારું કામ કર્યું છે અને તમે જે રીતે રાજ્યને સંભાળ્યું છે, મને ખાતરી છે. મહારાષ્ટ્રનાં લોકો તમારી સાથે ઊભા રહેશે. ચાણક્ય આજે લાડુ ખાઈ શકે છે પરંતુ તમારી પ્રતિભા લાંબા સમય સુધી ટકી રહેશે. તમને શક્તિ મળે’ આમ તેમણે એકનાથ શિંદેને અભિનંદન ન આપી, નવી સરકાર સામે કટાક્ષ કર્યો છે. ઠાકરેને સમર્થન જાહેર કરનાર માત્ર પ્રકાશ રાજ જ નથી, પરંતુ બોલિવૂડના કેટલાય સ્ટાર્સ તેમની તરફેણમાં જાેવા મળ્યા હતા. અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પણ એક એવી વ્યક્તિ છે જેણે શિવસેના સુપ્રીમોની પ્રશંસા કરી. તેમણે ટ્‌વીટ કર્યું, ‘કોવિડના સૌથી મુશ્કેલ સમયમાં તમારા નેતૃત્વ માટે અને આપણા રાજ્યને સાંપ્રદાયિક નફરત અને કટ્ટરતાથી દૂર રાખવા બદલ ઉદ્ધવ ઠાકરેજીનો આભાર. તમારું નેતૃત્વ અનુકરણીય, નિષ્પક્ષ, જવાબદાર, પારદર્શી રહ્યું છે. જય મહારાષ્ટ્ર!’ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના ૨૦મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘ગઈકાલે શું થયું, મેં અમિત શાહને શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી રહેવાનું કહ્યું હતું અને એવું જ થયું. જાે તેણે આવું પહેલાં કર્યું હોત તો મહા વિકાસ અઘાડીનો જન્મ થયો ન હોત. જાે મારી માની હોત તો તેઓ અઢી વર્ષ ભાજપના મુખ્યમંત્રી રહ્યા હોત, પણ હવે ૫ વર્ષ સુધી ભાજપના મુખ્યમંત્રી બનવાના નથી.એકનાથ શિંદે, હવે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનતાં ઘણા લોકો ખૂબ જ ખુશ છે. પરંતુ, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને યાદ કરતા ભારતીય સિનેમાના કલાકાર પ્રકાશ રાજ અને ઉર્મિલા માતોંડકરે તેમની પ્રશંસા કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field