Home મનોરંજન - Entertainment બોલીવુડના અભિનેતા અનુપમ ખેર શૂટિંગ દરમિયાન ઘાયલ

બોલીવુડના અભિનેતા અનુપમ ખેર શૂટિંગ દરમિયાન ઘાયલ

66
0

(જી એન એસ)

બોલીવુડના પ્રખ્યાત, દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર વિજય ૬૯ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે અને તેમણે ખભા પર ઇજા થઇ છે, અનુપમ ખેરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. તેમણે પોતે સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આ જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. 

અનુપમ ખેર સ્લિંગ પહેરેલા નજરે આવી રહ્યા છે. એક્ટરના હાથમાં બોલ નજર આવી રહ્યો છે. અનુપમ ખેરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી કેપ્શનમાં અનુપમ ખેરે લખ્યું કે, ખભામાં પહોંચેલી ઇજાના લીધે ખૂબ જ દુઃખાવો થઇ રહ્યો છે. આ સાથે જ તેમણે એ જાણકારી આપી કે, શાહરૂખ ખાને અને ઋત્ત્વિક રોશનને સ્લિંગ પહેરાવનાર વ્યકિતએ જ તેમને પણ સ્લિંગ પહેરાવી છે.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું કે, તમે સ્પોર્ટ્સ ફિલ્મ કરો અને તમે ઘાયલ ન થાઓ એવું કેવી રીતે બની શકે? કાલે વિજય ૬૯ના શૂટિંગ દરમિયાન ખબામાં ગંભીર ઇજા પહોંચી છે જેને લીધે દુઃખાવો તો થઇ રહ્યો છે પણ જ્યારે ખભા પર સ્લિંગ લગાવનાર ભાઇએ કહ્યું કે, તેમણે જ શાહરૃખ ખાન અને ઋત્વિક રોશનને પણ સ્લિંગ પહેરાવી તો ખબર નહીં કેમ પીડાનો અનુભવ થોડો ઓછો થવા લાગ્યો.

અનુપમ ખેરે આગળ લખ્યું કે, ફોટોમાં હસવાનો પ્રસ્તાવ પ્રયત્ન વાસ્તવિક છે. એક-બે દિવસ બાદ શૂટિંગ ચાલુ થઇ જશે. જોકે આ ઘટન વિશે માતાએ સાંભળ્યું તો બોલ્યા હજુ પોતાની બોડી દુનિયાને દેખાડ. તને નજર લાગી ગઇ છે. અભિનેતાની આ પોસ્ટ પર દરેક વ્યકિત તેના ઝડપી સ્વાસ્થ્ય થવાની કામયી કર રહ્યા છે.  

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleG20: જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત, ફિલ્મ ટુરિઝમના પ્રમોશન પર ચર્ચા
Next articlePM મોદીનું ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભવ્ય સ્વાગત